Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે આજે બીજા તબક્કામાં 62 ટકા મતદાન થયું હોવાના અહેવાલો છે. જોકે હજુ ચૂંટણી પંચ તરફથી અંતિમ આંદો આવવાનો બાકી છે. આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ બેઠકો પરના 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ ગયો અને EVM સીલ કરવાની કામગીરી શરુ થઈ ગઈ છે. બીજા તબક્કામાં 764 પુરુષ અને 69 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે. અગાઉ પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 99 બેઠકો પર સરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું.

વર્ષ 2017 માં 68.39 ટકા મતદાન થયું હતું જયારે આ વખતે બીજા તબક્કામાં 62 ટકા મતદાન થયું છે. જિલ્લા પ્રમાણે જોઈએ તો સૌથી વધુ મતદાન સાબરકાંઠા – 68 ટકા થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં 56 ટકા થયું હોવાની માહિતી મળી છે.

Advertisement

બનાસકાંઠામાં 66 ટકા, પાટણમાં 61 ટકા, મહેસાણામાં 62 ટકા, અરવલ્લીમાં 65 ટકા, ગાંધીનગરમાં 63 ટકા, આણંદમાં 64 ટકા, ખેડામાં 64 ટકા, મહિસાગરમાં 59 ટકા, પંચમહાલમાં 64 ટકા, દાહોદમાં 57 ટકા, વડોદરામાં 60 ટકા, છોટા ઉદેપુરમાં 65 ટકા મતદાન નોંધાયું છે.

એક બે નાની બબાલોને બાદ કરતા મતદાન સંપૂર્ણ શાંતિ સાથે સમાપ્ત થયું છે. ત્યારે કલોલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ બબાલ થઈ હોવાના અહેવાલો છે. જો કે પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો આગામી 8 ડિસેમ્બરે આવશે.


Share

Related posts

ભરૂચ-પાલેજ હાઇવે પરથી લાખોની કિંમતના દારૂના જથ્થા સાથે નેપાળી નાગરિકની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ફિલ્મ નિર્માતા સુધીર મિશ્રાએ જણાવ્યું હતું કે, ડો. સાગરના શબ્દો એટલા અનોખા છે કે તેમાં વધુ મધુરતા અને સંગીતમયતા છે.”

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાનનું કમકમાટીભર્યું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!