ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આજે 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આજે બીજા તબક્કાના મતદાનમાં 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. કુલ 2.51 કરોડ મતદારો તેમના ભાવિનો નિર્ણય કરશે. થશે. જણાવી દઈએ કે 1 વાગ્યા સુધીમાં ગુજરાતમાં સરેરાશ 35 ટકા મતદાન થયું છે. અગાઉ પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 99 બેઠકો પર મતદાન થયું હતું. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 99 બેઠકો પર રોજ સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું હતું.
1 વાગ્યા સુધીમાં થયું આટલું મતદાન
બનાસકાંઠા – 39 ટકા
પાટણ – 35 ટકા
મહેસાણા – 35 ટકા
સાબરકાંઠા – 39 ટકા
અરવલ્લી – 37 ટકા
ગાંધીનગર – 36 ટકા
અમદાવાદ – 30 ટકા
આણંદ – 38 ટકા
ખેડા – 37 ટકા
મહિસાગર – 30 ટકા
પંચમહાલ – 37 ટકા
દાહોદ – 34 ટકા
વડોદરા – 39 ટકા
છોટા ઉદેપુર – 38 ટકા
ગુજરાત ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કામાં PM મોદીએ અમદાવાદની રાણીપ સ્થિત નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરાના પરિવાર સાથે મતદાન કર્યું. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, હાર્દિક પટેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ મતદાન કર્યું. તો ગાંધીનગરના રાયસનમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પણ મતદાન કર્યું હતું. આજે સાંજે 5 વાગ્યે મતદાન સમાપ્ત થઈ જશે અને 833 ઉમેદવારોનું ભાવિ EVM માં બંધ થઈ જશે. ચૂંટણીના પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે 8 ડિસેમ્બરે આવશે.