તમામ પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, રેલીઓ, રોડ-શો બાદ આખરે હવે આજે સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર પૂરો થશે. પાર્ટીના ઉમેદવારો હવે આજ સાંજથી ઘરે-ઘરે અને સોશિયલ મીડિયા દ્વારા ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લો પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અમદાવાદ 21, બનાસકાંઠા 75, વડોદરા 72, આણંદ 69, મહેસાણા 63, ગાંધીનગર 50, ખેડા 44, પાટણ 43, પંચમહાલ 38, દાહોદ 35 માં સૌથી વધુ 249 ઉમેદવારો છે. અરવલીમાં 30, સાબરકાંઠામાં 26, મહિસાગરમાં 22, છોટા ઉદેપુરમાંથી 17 ઉમેદવારો મેદાનમાં છે. ગઈકાલે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ છેલ્લા રોડ શો, રેલીઓ કરી છે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો બેન્ડબાજે, ડીજે સાથે રેલી કાઢીને પોતાની તાકાત બતાવશે. આવતીકાલ સાંજથી ગામડાઓમાં ખાટલા બેઠકો યોજીને મતદારો સાથે સીધો સંપર્ક કરવામાં આવશે. શહેરોની સોસાયટી-ફ્લેટના અધ્યક્ષોનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ સિવાય શનિવાર-રવિવારે પણ ઘણા લગ્ન છે. જેના કારણે ઉમેદવારો લગ્ન સમારોહમાં જશે અને પોતાનો પ્રચાર કરશે. આવી સ્થિતિમાં ઉમેદવારો અને પક્ષો માટે ‘સ્લોગ ઓવર’ શરૂ થઈ ગયું છે. 8 ડિસેમ્બર-ગુરુવારે 182 બેઠકોના પરિણામ જાહેર થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર આજ સાંજથી બંધ.
Advertisement