Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને આપના ઉમેદવાર ગેસના સિલિન્ડર લઇને મતદાન કરવા પહોંચ્યા.

Share

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી હંમેશાથી કંઈક અવનવુ કરતા રહે છે. જેને કારણે તેઓ લોકોના દિલ જીતી લે છે અને સતત લોકોમાં ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની મતદાન બૂથ પર અનોખી એન્ટ્રીથી તેઓ વાયરલ થયા હતા. ધાનાણી સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધી વોટિંગ કરવા પહોંચ્યા હતા, જેનાથી રસ્તા પર સૌનુ ધ્યાન ખેંચાયુ હતું.

સાથે જ તેમણે ગેસના બોટલ પર લખાણ લખ્યુ હતું કે, ૨૦૧૪ માં ગેસના બોટલના ભાવ ૪૩૦ રૂપિયા હતા અને હવે ૧૧૨૦ રૂપિયા છે. ગેસના સિલિન્ડર સાથે તેઓએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

પરેશ ધાનાણીની જેમ આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ગેસના સિલિન્ડર સાથે મતદાન મથકે જોવા મળ્યા હતા. તેઓ સાઈકલ પર ગેસનો બોટલ લઈને નીકળ્યા હતા. જેમાં તેઓએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટ પશ્ચિમ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ જાશી મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ સાયકલ પર ગેસ સિલિન્ડર અને તેલનો ડબ્બો બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા. આ કારણે આપના ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે.


Share

Related posts

સુરતમાં વાવાઝોડાનાં પગલે ફાયરશાખા દ્વારા સતત કામગીરી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : એબીસી સર્કલ નજીક ટ્રાફિક પોલીસ અને ટ્રક ચાલક વચ્ચે મારામારીનાં દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

નર્મદા નદીમાં આવેલ પૂર બાદ સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ સહાય મામલે ભરૂચ જિલ્લા ખેડૂતોમાં રોષ, સહાય અપૂરતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!