રાજ્યમાં ધીમીધારે શિયાળો દઈ રહ્યો છે ફૂલ ગુલાબી ઠંડી ધીમે ધીમે કડકડતી ઠંડીમાં પરીવર્તિત થઈ રહી છે. હવે જો તમે સાંજે બહાર જાવ છો, તો તમારે તમારી સાથે ગરમ કપડાં રાખવા પડશે, કારણ કે સાંજ પડતાં જ ઘણા શહેરોમાં ઠંડી પડવા લાગે છે.
ત્યારે રાત પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. રાત પડતાની સાથે જ મોટાભાગના જિલ્લાઓમાં કડકડતી ઠંડી શરૂ થઈ જાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ જ્યારે અત્યારે રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, ખેડા, નર્મદામાં પારો 16 ડિગ્રી સુધી ગગડી શકે છે જ્યારે કચ્છના નલિયામાં રાત્રિનું તાપમાન 15 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. કેટલાક જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. આણંદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે અરવલીમાં પણ મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. દાહોદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. જેથી લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જયારે છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 31 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડીગ્રી રહેશે જેના કારણે મોડી રાત્રી અને સવારના સમયે કડકડતી ઠંડી પડશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે.