મતદાનના ત્રણ કલાક દરમિયાન 26,269 એકમોમાંથી 33 બેલેટ યુનિટ ખોટવાતા બદલવાનો વારો આવ્યો છે. 19 જિલ્લાઓમાં 33 બેલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 VVPAT બદલવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ મતદાનની ફરજ બજાવી હતી.
26,269 BU, 25,430 ક્યુ અને 25,430 VVPAT કાર્યરત છે. ઈવીએમ તપાસવા માટે મતદાનના 90 મિનિટ પહેલા મોક પોલ કરવામાં આવે છે. આ મોક પોલ દરમિયાન, 140 બેલેટીંગ યુનિટ, 372 કંટ્રોલ યુનિટ અને 332 VVPAT બદલવામાં આવ્યા હતા. મતદાન શરૂ થયાના ત્રણ કલાક દરમિયાન 19 જિલ્લાઓમાં 33 બેલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 VVPAT બદલવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ કેટલીક જગ્યાએ આ ફરીયાદો જોવા મળી રહી છે.
એકબાજુ નિરશ મતદાન જોવા મળી રહ્યું છે ત્યાં જે મતદાતાઓ મતદાન કરવા માટે આવે છે તેમને બેસી રહેવાનો વારો પણ આવી રહ્યો છે. જેથી તાત્કાલિક ધોરણે મતદાન મથકો પણ બેલેટ યુનિટ રીપ્લેસ કરવામાં આવી રહ્યા છે.
સવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઈવીએમમાં ખામી હોવાની ફરિયાદો મળી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને નવા ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી.