રાજ્યમાં કોરોને ખુબ જોર પકડ્યું છે તેવામાં સાજા થયેલ લોકોમાં મ્યુકરમાઈક્રોસીસ નામની બીમારી ફેલાતી જોવા મળી રહી છે ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર બાદ મ્યુકરમાઈક્રોસિસનો ખતરો જોવા મળી રહ્યો છે, જેને બ્લેક ફંગ્સ પણ કહેવામાં આવે છે, જોઆ રોગની યોગ્ય સમય દરમિયાન સારવાર ન થાય તો આ બીમારી વ્યક્તિનો જીવ લઈ શકે છે. ગુજરાતના અનેક શહેરોમાં આ બીમારીનું પ્રમાણ વધતા લોકોએ પોતાની આંખો ગુમાવી છે. આ બીમારીમા દર્દીને સીધેસીધા આઇસીયુમાં દાખલ કરવામાં આવે છે.
ગુજરાતમાં લગભગ 800 થી વધારે મ્યુકરમાઈક્રોસીસના કેસો જોવા મળી રહ્યા છે કોરોના થયા બાદ મ્યુકરમાઈક્રોસીસનો ખતરો વધી જાય છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 125 જેટલાં દર્દીઓ આ બીમારી સામે સારવાર લઈ રહ્યા છે જેમાં દરરોજ 12 જેટલાં કેસો આ બીમારીને લગતા નોંધાઈ રહ્યા છે આ બીમારીથી 30% દર્દીઓના મોત થયાં છે. અન્ય રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ આ ગંભીર બીમારીમાં વધારો થઈ રહ્યો છે જે દર્દીને કોરોનાના નજીકનાં સમયમાં બીમારી થઈ હોઈ અને જે વ્યક્તિને ડાયાબિટીસ હોઈ છે કે જેને સારવાર દરમિયાન સ્ટીરોઈડ આપવામાં આવ્યું હોય અને દર્દીનું બ્લડ શુગર કંટ્રોલ ન હોય તેવા દર્દીનું ઇમ્યુનીટી પ્રમાણ ઓછું થવાને કારણે આ બીમારી થવાનો ભય રહેતો હોઈ છે. જો વ્યક્તિને લક્ષણ દેખાઈ અને વહેલી તકે સારવાર લે તો મુત્યુની ટકાવારી નહીવત છે.