ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ અંગે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની કુલ 89 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે. જણાવી દઈએ કે 5 વાગ્યા પહેલાથી સુધી લાઈનમાં ઉભા રહેલા તમામ મતદારોને 5 વાગ્યા પછી પણ વોટ કરવાની છૂટ આપવામાં આવે છે. આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોરદાર ટક્કર થશે એવું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 જિલ્લાઓ (કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)માં યોજાશે. આ જિલ્લાઓમાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો પર કુલ 788 ઉમેદવારો છે જેમાંથી 718 પુરુષ ઉમેદવારો છે જયારે મહિલા ઉમેદવારોની સ્નાખ્યા માત્ર 70 છે. કુલ 39 રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.
પ્રથમ તબક્કામાં કુલ 2,39,76,670 મતદાર મતદાન કરશે. જેમાં 1,24,33,362 પુરૂષ મતદારો છે જયરા એમહિલા મતદારોની સંખ્યા 1,1,5,42,811 છે. સાથે જ 497 ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. 18 થી 19 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 5,74,560 છે, જયારે 99 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 4,945 છે. સેવા મતદારો કુલ 9,606 છે જેમાં 9,371 પુરુષ અને 235 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે NRI મતદારોની સંખ્યા કુલ 163 છે, જેમાં 125 પુરૂષ અને 38 સ્ત્રીઓ છે.
મત કેન્દ્ર સ્થાનોની કુલ સંખ્યા 14,382 છે જેમાં શહેરી વિસ્તારોમાં 3,311 અને ગ્રામીણ વિસ્તારોમાં 11,071 છે. જયારે મત કેન્દ્રોની સંખ્યા 25,430 છે જેમાં 9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામીણ મત કેન્દ્રો છે. આમાં વિશેષ મતદાન મથકો પણ છે, જેમાં 89 મોડેલ મતદાન મથકો, વિકલાંગ વ્યક્તિઓ દ્વારા સંચાલિત 89 મતદાન મથકો, 89 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો, 611 સખી મતદાન મથક પણ સામેલ છે.
EVM-VVPATની સંખ્યા આ પ્રમાણે છે – 34,324 BU, 34,324 CU અને 38,749 VVPAT.
મતદાન માટે કુલ 1,06,963 કર્મચારીઓ/અધિકારીઓનો સટાફ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 27,978 પ્રિસાઇડિંગ ઓફિસર અને 78,985 પોલિંગ કર્મચારીઓનો સમાવેશ થાય છે.