Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે

Share

એક સર્વેમાં એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં કેટલા ટકા લોકો ભાજપથી નારાજ છે, કેટલા ટકા લોકો નારાજ નથી, કેટલા ટકા પરીવર્તન ઈચ્છે તેને લઈને કેટલીક વિગતો સામે આવી છે. આ વખતે ચૂંટણીમાં દરેકના મનમાં એક પ્રશ્ન છે કે શું ગુજરાતની જનતા ફરી એકવાર ભાજપ પર ભરોસો કરશે કે પછી આ વખતે તેમને એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરવો પડશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની ચૂંટણી રસપ્રદ આ વખતે બની રહેશ કેમ કે, રાજ્યમાં 27 વર્ષથી સત્તા પર ભાજપ છે જેને એક જ પાર્ટીનો સામનો કરવો પડતો હવો હવે આપ પાર્ટી પણ મેદાને છે. કોંગ્રેસ પોતાનો વનવાસ સમાપ્ત કરીને પરત ફરવા માંગે છે. રાજ્ય જોકે આમ આદમી પાર્ટી અને AIMIM જેવી પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ઉભા કરીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.

Advertisement

અલગ-અલગ ન્યૂઝ ચેનલોના સર્વેમાં અલગ-અલગ બાબતો સામે આવી છે. ઈન્ડિયા ટીવી-મેટરના સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું આ ચૂંટણીમાં ભાજપને સત્તાવિરોધીનો સામનો કરવો પડશે. જ્યાં કેટલાક તારણો સામે આવ્યા છે.

પ્રશ્ન- શું ગુજરાતમાં એન્ટી ઈન્કમ્બન્સી છે?

નારાજ છે બદલાવ થશે – 34 ટકા
નારાજગી છે પણ ભાજપને વોટ – 48 ટકા
ભાજપથી ખુશ – 16 ટકા
કહી શકતા નથી – 2 ટકા


Share

Related posts

ચાર દિવસના મીની વેકેશનમાં નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારી જોવા પ્રવાસીઓની ભારે ભીડ.

ProudOfGujarat

ભરૂચનાં જુના તવરા ગામની સીમમાંથી દોઢ લાખનાં વિદેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા.

ProudOfGujarat

વાંકલ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા રંજનબેન ચૌધરીને શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનો એવોર્ડ આપી સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!