Proud of Gujarat
FeaturedGujaratINDIA

મધુ શ્રીવાસ્તવ બાદ હવે ધવલસિંહ ઝાલાએ પણ ટિકિટ ના મળતા રાજીનામુ આપ્યુ.

Share

બાયડના પૂર્વ ધારાસભ્ ધવલસિંગ ઝાલાએ ટિકિટ ના મળતા ભાજપમાંથી રાજીનામું આજે આપ્યું છે. ધવલસિંહ ઝાલાએ ભાજપમાં પ્રાથમિક સભ્યપદેથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ધવલસિંહે આરોપ લગાવ્યો છે કે ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ થયેલા ધવલસિંહે લેખિતમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મોકલી આપ્યું છે.

બાયડના કાર્યકરો થોડા દિવસ પહેલા જ કમલમમાં ભારે વિરોધ સાથે પહોંચ્યા હતા. કમલમમાં એક વીક પહેલા તેમને ધવલસિંહને પસંદ કરવા માટે કહ્યું હતું આ બળ સાથે નેતા બાયડથી ચૂંટણી લડી રહ્યા છે.

Advertisement

મૂળ કોંગ્રેસના અને 2017 માં ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાએ ભાજપમાં આ વખતે રાજીનામું આપી દીધું છે. ધવલસિંહ ઝાલાએ લોકોના વિશ્વાસથી પંજાના નિશાન સાથે ગત વખતે જીત્યા હતા અને બાયડમાં ભીખીબેન પરમારને ટિકિટ આપવા સામે વિરોધ જોવા મળ્યો હતો.

આ વખતે બાયડમાંથી ધવલસિંહને કાર્યકરો દ્વારા સમર્થન મળતા તેમનો ઉત્સાહ પણ વધ્યો છે. અગાઉ મધુ શ્રીવાસ્તવે રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ધવલસિંહે પણ રાજીનામું આપી દીધું છે. આમ ભાજપના નેતાઓ હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે, ગઈકાલે ધવલસિંહે રેલી કાઢી હતી અને ત્યાર બાદ ફોર્મ ભર્યું હતું.


Share

Related posts

બનાસકાંઠા અમીરગઢના ગંગાસર પાટિયા નજીક બાઇક ડિવાઇડર સાથે ટકરાતા એકનું મોત જ્યારે અન્ય એક ઘાયલ

ProudOfGujarat

પાદરા સી.એચ.સી.ખાતે તબીબી શિક્ષણના અધિક નિયામક એ કોરોના સારવાર વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!