ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોરોનાની મહામારીમાં પ્રશંસાપાત્ર કામગીરી કરનારા 9 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું છે. આ તમામને પ્રસંશાપત્ર એનાયત કરી તેમનું સન્માન વધારાયું છે. રાજ્યમાં કોરોનાની મહામારીમાં અનેક પોલીસ અધિકારીઓએ ખૂબ સારી કામગીરી બજાવી છે. ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર એવા આ પોલીસ કર્મીઓને રાજ્યના મુખ્ય સચીવ પંકજકુમાર અને પોલીસવડા આશિષ ભાટિયાની ઉપસ્થિતિમાં ગૃહમંત્રી પ્રદિપ જાડેજાએ પ્રશંસાપત્ર પાઠવ્યું હતુ. જેને લઇ તેમના જુસ્સામાં વધારો થયો હતો. આ કર્મચારીઓનું સન્માન થયું.
1 એ. પી. ચૌહાણ, મદદનિશ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા સુરત
2 કે. ડી. જાડેજા, પીઆઇ શાહિબાગ, પોલીસ સ્ટેશન અમદાવાદ
3 એસ. જે. દેસાઇ પીઆઇ, ક્રાઇમબ્રાન્ચ, અમદાવાદ શહેર
4 કે. એચ. રોયલા પીએસઆઇ, હરણી પોલીસસ્ટેશન, વડોદરા
5 એ. બી. મિશ્રા પીએસઆઇ વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા
6 યોગેશસિંહ દશરથસિંહ જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ, ડી. સી. પોલીસ સ્ટેશન રાજકોટ
7 મહેન્દ્ર ભીખાભાઇ, પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબી, પશ્વિમ રેલવે, અમદાવાદ
8 વિક્રમભાઇ પરબતભાઇ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ
9 પૂજા રાજપૂત, મહિલા લોકરક્ષક, કંટ્રોલ રૂમ, સુરત
કાર્તિક બાવીશી