Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, સોનિયા, ખડગે સહિતના આ નેતાઓને સ્થાન મળ્યું.

Share

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટી ચીફ મલ્લિકાર્જુન ખડગે, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, સચિન પાયલટ, જિજ્ઞેશ મેવાણી અને કન્હૈયા કુમાર સહિત અન્ય ઘણા લોકોનો પણ સમાવેશ થાય છે. સ્થાન મળ્યું.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે. આ દિવસે 89 બેઠકો પર મતદાન થશે. તે સાથે જ બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 8 મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ સાથે સમગ્ર રાજ્યમાં આચારસંહિતા પણ જાહેર કરવામાં આવી હતી.

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસમાં રસાકસી વધી રહી છે. ખાડિયા-જમાલપુર વિધાનસભા બેઠક પરથી ઈમરાન ખેડાવાલાને ફરીથી ઉમેદવાર બનાવવા માટે એક વરિષ્ઠ નેતાએ લાંચ લીધી હોવાનો આરોપ લગાવતા એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી હતી. એનએસયુઆઈના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ 50 કરોડમાં સીટ વેચી હતી. કાર્યકર્તાઓએ કહ્યું કે AIMIMએ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જો કોંગ્રેસ પણ મુસ્લિમ ઉમેદવારને ઉમેદવાર બનાવશે તો ભાજપના હિન્દુ ઉમેદવાર સરળતાથી ચૂંટાઈ આવશે.


Share

Related posts

સુરત રેલ્વે સ્ટેશન પર પેસેન્જરની ઊંઘની તકનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

નેત્રંગમાં પ્રજાપતિ સમાજની પ્રથમવાર સંગઠનની બેઠક યોજાઇ.

ProudOfGujarat

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ રાત્રે શરુ થશે, યુરોપ, મધ્ય એશિયા સહિત કેટલાક ભાગોમાં જોઈ શકાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!