ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે 14 મી યાદી જાહેર કરવામાં આવી છે. આપ પાર્ટીએ અત્યાર સુધીમાં 160 થી વધુ નામો જાહેર કરી દીધા છે ત્યારે અત્યાર સુધીમાં ઈસુદાન ગઢવી ક્યાં ચૂંટણી લડશે તેને લઈને જાહેરાત નથી કરાઈ. કેમ કે, તેઓ મુખ્યમંત્રી પદના આપ તરફથી દાવેદાર છે. જોકે, વિવિધ વિસ્તારમાં 10 નામો સામે આવ્યા છે. ઈસુદાન ગઢવી સીએમ પદ માટે ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને સૌ કોઈ જાણવા માંગે છે બની શકે છે. સૌરાષ્ટ્રથી ચૂંટણી તેઓ લડે. ગઈકાલે ઈટાલિયા સહીતના ઉમેદવારોના નામો જાહેર થયા હતા ત્યારે આજે નવા નામો સામે આવ્યા છે.
આપ પાર્ટીના સુપ્રિમો કેજરીવાલે આપી આ શુભેચ્છા
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી 14 મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ! બસ હવે તો પરિવર્તન જોઈએ જ!
14 મી યાદીમાં આ નામોનો કરવામાં આવ્યો સમાવેશ
થરાદ – વીરચંદભાઈ ચાવડા
જામનગર દક્ષિણ- વિશાલ ત્યાગી
જામજોધપુર- હેમંત ખાવા
તાલાલા – દેવેન્દ્ર સોલંકી
ઉના – સેજલબેન ખૂટ
ખંભાત – અરુણ ગોહિલ
કરજણ – પરેશ પટેલ
જલાલપોર – પ્રદીપકુમાર મિશ્રા
ઉંમરગામ – અશોક પટેલ