Proud of Gujarat
GujaratFeaturedINDIA

નોટબંધી મામલે કેન્દ્ર સરકારે માંગ્યો સુપ્રીમ કોર્ટ પાસે સમય, આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે.

Share

સુપ્રીમ કોર્ટમાં બુધવારે (9 નવેમ્બર) નોટબંધી કેસની સુનાવણી પર મુલતવી રાખવામાં આવી હતી. 2016 માં થયેલી નોટબંધી ખોટી હોવાનું જણાવતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલે જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો હતો. સરકારની વિનંતીને સ્વીકારીને કોર્ટે કેસની સુનાવણી માટે આગામી 24 નવેમ્બરની તારીખ આપી છે.

હકીકતમાં, આ કેસની સુનાવણી કરી રહેલી પાંચ જજોની બંધારણીય બેન્ચે કેન્દ્ર પાસેથી માહિતી માંગી છે કે 500 અને 1000 ની નોટો પાછી ખેંચવાના નિર્ણય પહેલા કઈ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી? સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલે તેનો જવાબ આપવા માટે કોર્ટ પાસે થોડો સમય માંગ્યો છે.

Advertisement

કેન્દ્ર સરકારે વર્ષ 2016 માં નોટબંધીની જાહેરાત કરી હતી. આ અંતર્ગત દેશમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. સૌથી પહેલા વિવેક નારાયણ શર્માએ કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો હતો. 2016 થી, નોટબંધી વિરુદ્ધ 57 વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે.

નોટબંધી અંગેની છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેની બંધારણીય માન્યતા અંગે એક મોટું પગલું ભર્યું હતું. જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે નોટબંધીના નિર્ણય પર કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંક પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે કેન્દ્ર અને આરબીઆઈને 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાના નિર્ણય અંગે 9 નવેમ્બરની સુનાવણી પહેલા વ્યાપક એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું. આ સિવાય બેન્ચે કેન્દ્રને 7 નવેમ્બર, 2016 ના રોજ RBI ને લખેલ પત્ર અને બીજા દિવસે નોટબંધીના નિર્ણય સાથે સંબંધિત ફાઈલો પણ તૈયાર રાખવા જણાવ્યું હતું.

આ સમગ્ર મામલાની સુનાવણી જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચ કરી રહી છે. બેન્ચમાં જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બીવી નાગરથનાનો સમાવેશ થાય છે.


Share

Related posts

અંકલેશ્વરની કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરાયું.

ProudOfGujarat

વાંકલમાં સુરત જિલ્લા કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ મનહર પટેલનું સન્માન કરાયું.

ProudOfGujarat

કરજણ ડેમ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!