જીગ્નેશ કવિરાજે ઉત્તર ગુજરાતની બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર કવિરાજ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. જિજ્ઞેશ કવિરાજ જાણીતા લોકગાયક છે અને હવે તેમને પણ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. મૂળ વતન ખેરાલું હોવાથી ચૂંટણી લડી પણ શકે છે. તેવી માહિતી અત્યારે સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. ત્યારે ચૂંટણીને લઈને કેટલાક સમાચારો વહેતા થઈ રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ અને આપના ઉમેદવારોના નામો સામે આવી રહ્યા છે. ત્યારે કેટલાક દાવેદારો માંગણી પણ ટિકિટને લઈને કરી રહ્યા છે. ગુજરાના જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજ પણ ચૂંટણી લડવા માટે જાગી ગયા છે. તેઓ ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. તેમ વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ પક્ષો અત્યારે જોરદાર પ્રચારમાં લાગેલા છે. આ દરમિયાન ગુજરાતના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજ પણ ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેઓ ખેરાલુ તેમના વતનથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. જીગ્નેશ કવિરાજના નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જન્મસ્થળ ખેરાલુ છે માટે તેમના વિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે.