Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપશે નહીં – સી.આર.પાટીલ.

Share

કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે, ગત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા તેમાં મોટા ભાગના વચનો પુર્ણ કરવામાં આવ્યા છે તો જે વચનો બાકી છે તે સંકલ્પો પુરો કરવાના પ્રયાસો ચાલુ છે તે સિવાચ ભાજપે જે વચનો નથી આપ્યા છતા જનતાની અપેક્ષાને પુર્ણ કરવામા ક્યાંય કચાસ બાકી રાખી નથી. જનતાને આપેલા વચનો ભાજપ હમેંશા પુર્ણ કરે છે અને એટલે જ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશિર્વાદ આપી સત્તા આપે છે અને ભાજપ સત્તાના માધ્યમથી સેવા કરે છે જેના કારણે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી.

પાટીલ વધુમાં જણાવ્યું કે, આ વખતની વિઘાનસભામાં ગુજરાતની જનતા ઐતિહાસીક બેઠક આપશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ કરે છે.

Advertisement

પાટીલ એ જયનારાયણ વ્યાના રાજીનામાં અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું કે, જયનારાયણભાઇ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે હતા. જયનારાયણભાઇને પાર્ટીએ 2 વખત ટીકિટ આપી હતી કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે પરંતુ 75 વર્ષ પછી ભાજપમાં ટીકિટની અપેક્ષા નહી હોય અને આ પાર્ટીનો એક નિયમ છે તેના કારણે તેમને રાજીનામું આપ્યું હશે જેને પાર્ટીએ સ્વીકાર્યુ છે. પાટીલ એ ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પુછાયેલા સવાલમાં જણાવ્યું કે, ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ નથી આપવાની.


Share

Related posts

નડિયાદ મામલતદાર કચેરી ખાતે સિનિયર સિટીઝન માટે આયુષ્માન કાર્ડ માટે જરૂરી આવકના દાખલા કઢાવવા માટે કેમ્પ યોજાયો

ProudOfGujarat

હજારો નહિ પણ લાખો દિલોની ધડકન એવી ચાંદની શ્રી દેવી નું રહસ્યમય સંજોગોમાં મોત થવાથી શ્રી દેવીના લાખો ચાહકો સ્તબ્ધ થઇ ગયા.

ProudOfGujarat

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારતે કડક વલણ અપનાવ્યું : 24 કલાક બાદ ઈમરાન ખાને ‘મૌન તોડ્યું’..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!