ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 18 વર્ષથી ઉપરનાને તા. 1 મે થી વેકસીન નહીં મળે, હાલ 45 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવાનું ચાલુ રાખવામાં આવશે.
ગુજરાત રાજય સૂત્રોના જણાવ્યા અનુસાર રાજયમાં હાલ 18 વર્ષથી ઉપરનાં લોકોને વેકસીન આપવામાં આવશે નહીં. ગુજરાત સરકારે કોવિશિલ્ડ વેકસીન બનાવતી સિરમ ઈન્સ્ટિટયૂટ અને કો-વેકસીનના ઉત્પાદકોને દોઢ કરોડ વેકસીન ડોઝનાં ઓર્ડર આપી દીધા છે. જે ઉપલબ્ધ થશે તુરંત જ 18 વર્ષથી ઉપરનાં લોકોને વેકસીન આપવાનું શરૂ કરવામાં આવશે. તેમજ 18 વર્ષથી ઉપરનાં લોકો પોતાના નામ રજીસ્ટર કરવી શકે છે જેઓને મેસેજથી જાણ કરવામાં આવશે કે તેઓને વેકસીન કયારે મૂકાવવી. હાલના સમયમાં 18 વર્ષથી ઉપરના લોકોને 1 મે થી વેકસીન નહીં અપાય, જયારે પૂરતા પ્રમાણમાં વેકસીનનો જથ્થો ઉપલબ્ધ થશે ત્યારે રજીસ્ટ્રેશન થયેલ લોકોને જ કોરોનાની વેકસીન આપવામાં આવશે.