Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત ચૂંટણી-સર્વે થયું છે કે નહીં, તેવી બાબતો જાણવા માટે સર્વે એજન્સીઓ કામે લાગી.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જ્યાં એક તરફ ચૂંટણીઓમાં જીત માટે અને સત્તા સુધી પહોંચવા માટે વિવિધ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગેલા નજરે પડી રહ્યા છે, તો બીજી બાજુ ગુપ્ત રાહે થઈ રહેલા સર્વે માટેના કોલ જે તે મતદારો સુધી પહોંચી રહ્યા છે, સર્વે એજન્સીઓ તરફથી કોલ કરી કંફર્મેશન લેવામાં આવી રહ્યું છે કે તમારું સર્વે થયું છે,..? કે તમારા વિસ્તારમાં કોઈ સર્વે કરવા આવ્યું હતું.? તમે કોઈ પક્ષ કે ધારાસભ્ય વિષે સર્વેમાં ભાગ લીધો છે..? તેવા અનેક સવાલો લોકોને કોલ કરી સર્વે એજન્સીઓ દ્વારા પૂછવામાં આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થયા પહેલા પણ કેટલીક સર્વે એજન્સીઓ ભરૂચ જિલ્લામાં કાર્યરત થઇ હતી, અને જે તે ગ્રામ્ય વિસ્તારો અથવા શહેરી વિસ્તરોમાં ફરી મતદારોનો મિજાજ પારખવામાં લાગી હોવાની બૂમ પણ ઉઠી હતી, આટલું જ નહીં પરંતુ ભેંસલી ગામ ખાતે તો ગ્રામ સરપંચ અને આગેવાનોની પરવાનગી વિના સર્વે કરવા ગયેલ ટિમ સાથે સ્થાનિકોએ હોબાળો મચાવીને ભગાડી મૂકી હતી.

Advertisement

ગઇકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની સત્તાવાર જાહેરાત થઇ ચુકી છે, તેવામાં હવે સર્વે એજન્સીઓ ફરી કાર્યરત થઇ ચુકી હોય તેમ લાગી રહ્યું છે, સાથે જ જે તે વિધાનસભા મત વિસ્તારના લોકો ને સીધા જ કોલ કરી તેઓનું સર્વે થયું છે કે કેમ તે અંગેની ચકાસણીઓ પણ કરવામાં આવી રહી છે, સર્વે એજન્સી તરફથી વાત કરતી યુવતીઓ પોતે અમદાવાદથી વાત કરી રહી હોવાનું જણાવતી હોય છે, ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોને સત્તા મળશે કે માહોલ શુ છે તે પારખવા અંદર ખાને આ પ્રકારની એજન્સીઓને રાજકીય પાર્ટીઓએ સક્રિય કરી હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ગુજરાતી ફિલ્મ “રતનપુર”નું ટ્રેલર રિલીઝ 

ProudOfGujarat

ભરૂચ : દહેજની બિરલા કોપર કંપનીનાં કર્મચારીએ આત્મહત્યા કરી…

ProudOfGujarat

ભરૂચ : ભાડભુત બેરેક યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!