ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ જ્યાં એક તરફ રાજકીય પાર્ટીઓમાં તૈયારીઓ શરૂ થઇ ચુકી હતી તો બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ કઇ તારીખોએ યોજાશે તે અંગેની ચર્ચાઓ અને આતુરતા ઓ લોકો વચ્ચે જામી હતી, જે બાદ આજે તમામ આતુરતા અને ચર્ચાનો અંત આવ્યો છે, ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિસદનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની તરીખોનું સત્તાવાર જાહેરાત કરાઈ હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે તેમ ચૂંટણી પંચ તરફથી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન આગામી તારીખ ૧ ડિસેમ્બરના રોજ યોજાશે તો બીજા તબક્કાનું મતદાન આગામી ૫ ડિસેમ્બરના રોજ યોજાશે તેમજ ૮ ડિસેમ્બરના રોજ પરિણામોની જાહેરાતો કરવામાં આવશે તેમ ચૂંટણી પંચની પત્રકાર પરિસદ તરફથી માહિતી આપતા જણાવવામાં આવ્યું છે.
– 1274 વિશેષ મહિલા મતદાન મથકો- માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા ચૂંટણી સ્ટાફ જ રહેશે.
– 182 મતદાન મથકોનું સંચાલન માત્ર દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા જ કરાશે.
– દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં 33 મતદાન મથકો એવા હશે જેમાં સૌથી યુવા સ્ટાફ એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.
– 80 કિ.મી. દૂરથી આવવું પડતું હતું- હવે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરાશે- 283 મતદારો છે
– 1 વોટ લેવા માટે 15 જણાનો સ્ટાફ જશે- જાફરાબાદના શિયાળબોટના 457 મતદારો માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે
– સિદી સમુદાયના લોકો માટે વિશેષ મતદાન સુવિધા- માધવપુર-ગીર વિસ્તારમાં 200થી વધુ મતદારો છે
– 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો- દિવ્યાંગો- પીડબ્લ્યુડી- જે લોકો મતદાનમથકે આવી નથી શકતા તેમના માટે પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પડાશે
– 9.89 લાખ 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન મતદારો ગુજરાતમાં છે.
– 4.08 લાખ પીડબ્લ્યુડી (દિવ્યાંગ) મતદારો માટે વિશેષ સુવિધા- પાર્કિંગથી લઈને મતદાનમાં પ્રાથમિકતા સુધીની સુવિધા- પીડબ્લ્યુડી અને 80થી વધુ વયના મતદારો માટે પીડબ્લ્યુડી એપ પર બુકિંગ કર્યે વિશેષ સુવિધા મતદાન મથકે મળી શકશે.
– 2017માં 700 ટ્રાન્સજેન્ડર મતદારો હતા જે અત્યારે 100% વધ્યા, 1417 ટ્રાન્સજેન્ડર મતદારો અત્યારે છે, દેશમાં કુલ 44 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો છે.
હારુન પટેલ : ભરૂચ
મો : 9925222744