Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ, ગમ્મે ત્યારે થઇ શકે છે જાહેરાત.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થવા અંગેના સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાઈ શકે છે, અને તે અંગેની સત્તાવાર જાહેરાત આવતી કાલ સુધી અથવા આ સપ્તાહમાં ચૂંટણી પંચ તરફથી જાહેરાત કરવામાં આવી શકે તેમ છે, આપને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની સંભવિત તારીખો નવેમ્બર માસના અંતમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહની હોય શકે છે તેમ ચર્ચાઈ રહ્યું છે.

જોકે હાલ જે પ્રકારે રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઇને ચહલ પહેલ વધી છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે ગણતરીના કલાકો અથવા દિવસોમાં ચૂંટણી પંચ તરફથી સત્તાવાર રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોને જાહેર કરવામાં આવી શકે છે.

Advertisement

હારુન પટેલ : ભરૂય
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

હાંસોટ મામલતદાર કચેરી ખાતે પ્રાથમિક શિક્ષક સંઘએ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

દહેજ : સુવા ગામે પાંચ ગાય અને એક વાછરડાનું કન્ટેનર સાથે અથડાતા મોત : ગામવાસી દ્વારા સમાધી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!