Proud of Gujarat
FeaturedGujaratINDIA

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી માટે શું રાજકીય પાર્ટીઓએ આ વખતે કમર કસવી પડશે..?

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાવવા જઇ રહી છે, ચૂંટણીઓ પહેલા રાજકિય માહોલ જામી ચુક્યો છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીઓના કેન્દ્રીય નેતાઓએ ગુજરાત ચૂંટણી જીતવા માટે રાજ્યમાં આંટા ફેરા વધારી મુક્યા છે, સાથે જ રાજકીય માહોલ અને લોકોના મત શુ છે તેની ઉપર બારીકાઈથી નજર પણ રાખવામાં આવી રહી છે. તેવામાં શુ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જીતવા દરેક રાજકીય પાર્ટીઓએ બહુમતી માટે આ વખતે કમર કસવી પડશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

એક તરફ ભાજપ રાજ્યમાં ફરીથી નરેન્દ્ર, ભૂપેન્દ્રની ડબલ એન્જીન સરકાર બહુમતીથી જીતવા જઈ રહ્યા છે ના દાવા સતત ચૂંટણી પ્રચારમાં કરી રહ્યું છે, તો બીજી તરફ વર્તમાન સરકારની નિષ્ફળતા ઓ અને મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ જેવા મુદ્દાઓને લઇ પ્રજા ભાજપથી નારાજ થઇ છે અને આ વખતે સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે તેવા દાવા કોંગ્રેસના અગ્રણી નેતાઓ પોતાના પ્રચારમાં કહેતા નજરે પડી રહ્યા છે, તો ત્રીજી તરફ આ વખતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પણ સતત લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે. મફત વીજળી, સ્કૂલ કોલેજ અને રોજગારી સહિતની ગેરંટીઓના કાર્ડ વિતરણ કરી આપ દ્વારા પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે આપ ગુજરાતમાં સરકાર રચવા જઇ રહી છે અને પંજાબની જેમ ગુજરાતમાં પણ પરિવર્તનની લહેર જોવા મળશે તેમ કહેતા નજરે પડી રહ્યા છે.

Advertisement

આમ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે અને મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષવા માટે રાત દિવસ મહેનત કરતી નજરે પડી રહી છે, ત્યારે હાલ વર્તમાન માહોલ જોતા લોકોમાં ચર્ચાઓએ જોર પડકયું છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ૧૮૨ બેઠકો પૈકી બહુમતી મેળવવા માટે જે તે પાર્ટીઓએ ગ્રાઉન્ડ લેવલ ઉપર ખૂબ કમર કસવી પડશે તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

રાજપીપળા નગરમાં વેરા વધારા મુદ્દો બન્યો રાજકીય ખેલ કેટલાક સભ્યો ચૂંટણી કારણે પ્રસિદ્ધિ માટે વિરોધ કરે છે.

ProudOfGujarat

અંકલેશ્વર ની સૂર્યા લાઈફ સાયન્સમા આગ થી દોડધામ મચી જવા પામી હતી. 2 જેટલા ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

ProudOfGujarat

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ : ‘પ્રજાના પ્રશ્નો’ એપ થઇ લોન્ચ : હવે આંગળીના ટેરવે ઉકેલાશે સમસ્યા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!