ગુજરાત રાજ્યમાં ચોમાસાએ હજુ સુધી વિદાઈ લીધી નથી અને હજુ પણ ચામોસુ સક્રિય જ છે. હવામાન વિભાગ દ્વારા આજથી વધુ પાંચ દિવસ સુધી રાજ્યમાં જુદા જુદા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગીર સોમનાથ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતમાં પહાડી વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં આજે વહેલી સવારે જોરદાર ઝાપટું પડ્યું હતું. અમદાવાદમાં પણ અનેક વિસ્તારઆમાં ઝરમર વરસાદ પડતા રસ્તાઓ ભીના થઇ ગયા હતા. અમદાવાદમાં પણ અનેક વિસ્તારઆમાં ઝરમર વરસાદ પડતા રસ્તાઓ ભીના થઇ ગયા હતા. રાજ્યના વારંવારંમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આજે વહેલી સવારથી જ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં આજે છુટોછવાયો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ આજે સવારે કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં એસ.જી હાઇવે અને વસ્ત્રાલમાં વરસાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાતારવારમાં પલટો આવ્યો હતો. ગુજરાતમાં આજે મહીસાગર, બનાસકાંઠામાં પણ વહેલી સવારે વરસાદ શરુ થયો હતો. તો બીજી તરફ નવસારી, પંચમહાલ જેવા વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસ્યો હતો.
આ ઓચિંતા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિતનાનું મોજું ફરી વળ્યું છે કારણ કે જો વરસાદ વધુ રહેશે તો મગફળીના પાકને ખુબ જ નુકશાન થવાની ભીતિ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત અને આઠ તારીખે દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.