ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યકાલ સમાપ્ત થઇ રહ્યો છે, તેવામાં આગામી નવેમ્બર માસ કે ડિસેમ્બર માસની તારીખોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે,પરંતુ તે પહેલા ભારતનું ચૂંટણી પંચ વિભાગ વિધાનસભાની ચૂંટણીઓ અંગેની જાહેરાત કરી શકે છે.
આગામી ૨૦ ઓકટોબર બાદ કોઇ પણ તારીખે ચૂંટણી પંચ પત્રકાર પરિસદ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની સત્તા વાર જાહેરાત કરી શકે છે તેમ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, તો બીજી તરફ ઓકટોબર માસમાં જ કેટલીય પાર્ટીઓ પોતાના સત્તાવાર ઉમેદવારોની પણ જાહેરાત કરી દેશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
એટલે કે આગામી દિવાળીના પર્વના એક સપ્તાહ પહેલા અથવા બાદમાં ચૂંટણીઓનો માહોલ સત્તાવાર રીતે ગુજરાતમાં જામી જશે તેવું રાજકિય પંડિતો માની રહ્યા છે, જોકે પ્રાથમિક સુત્રોનું માનવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નવેમ્બર માસના અંત સુધીમાં અથવા ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહ સુધીમાં સમાપ્ત થઇ જશે અને નવેમ્બર અંત અથવા ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં જ ગુજરાતની જનતા કંઈ પાર્ટીને ગુજરાતની કમાન સોંપે છે તે અંગે સ્પષ્ટતા પણ થઇ જશે તેમ ચર્ચાઈ રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744