Proud of Gujarat
INDIAFeaturedGujarat

પી.એમના કાર્યક્રમના બીજા દિવસે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કરાઇ બદલી.

Share

વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની બદલીઓ કરવામાં આવી છે. બંછાનિધી પાનીની સુરતથી વડોદરા બદલી કરવામાં આવી છે. જ્યારે શાલિની અગ્રવાલને સુરત મનપા કમિશનર બનાવાયા છે. વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોર્પોરેશનમાં પણ મોટાપાયે બદલીઓ જોવા મળી રહી છે. ત્યારે મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતના મનપા શહેરોમાં આ બદલીઓ કરવામાં આવી છે.

સુરતમાં મ્યુનિસિપલ કમિનશનર તરીકે બંછાનિધી પાની ફરજ બજાવતા હતા ત્યારે વડોદરામાં મનપા કમિશનર તરીકે તેમની બદલી કરવામાં આવી છે. શાલિની અગ્રવાલને સુરતના કમિશનર તરીકે નિમણૂક પામ્યા છે.

Advertisement

બંછાનિધી પાનીની જો વાત કરવામાં આવે તો તેમણે સુરતની અંદર વિવિધ પ્રકારની કામગિરી કોરોનાથી લઈને અન્ય પ્રોજેક્ટ દરમિયાન કામગિરી કરી હતી. કોરોના મહામારી ઉપરાંત સ્વચ્છતા, રસીકરણ સહીતના મોટા પ્રોજેક્ટને લગતા કામો પણ કમિશનર દ્વારા કરવામાં આવ્યા હતા. અંદાજિત ત્રણચ વર્ષ સુધી તેઓ સુરત કમિશન તરીકે ફરજ બજાવી હતી. ત્યારે હવે તેઓ વડોદરામાં કમિશનર તરીકે ફરજ બજાવશે.

વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આ પ્રકારે બદલીઓ વિવિધ સેક્ટરમાં જોવા મળી રહ્યો છે. જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સુરત મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ તરીકે ફરજ બજાવશે. આમ સામ સામે બદલીઓ કરવામાં આવી છે. તેની વિગતો જાણવા મળી હતી.


Share

Related posts

અંકલેશ્વર રેલવે કોલોનીમાંથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

વાલીયા ખાતે મોંઘવારી ના રાવણનુ દહન કરાયું…

ProudOfGujarat

ભરૂચ ના ધોળીકુઇ બજાર માં ગટર ખોદકામની કામગીરી દરમ્યાન અંડર ગ્રાઉન્ડ ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!