સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં મામલે ચૂંટણી પંચનાં પરિપત્રને ગુજરાત કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ચૂંટણીમાં મત ગણતરીની તારીખને લઈ ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવતાની સાથે જ વાંધો ઉઠાવી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.
કોંગ્રેસ દ્વારા હવે આ વિરોધને કાનૂની સ્વરૂપ આપી પડકાર્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલી આ અરજીમાં જણાવાયું છે કે મત ગણતરીની તારીખ એક જ રાખવામા આવે બધા જ ચૂંટણીનાં પરિણામો એક જ દિવસે આપવામાં આવે એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની મત ગણતરી એક જ દિવસે કરવામાં આવે. જોકે આ મામલે હાઈકોર્ટ દ્વારા આગામી બે દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
અહીં નોંધનીય છે કે ચૂંટણીપંચ દ્વારા પ્રથમ તબક્કાની ચૂંટણી એટલે કે કોર્પોરેશનની ચૂંટણીની મત ગણતરી 23 ફેબ્રુઆરીએ થશે અને બીજા તબક્કાની ચૂંટણીની જાહેરાત 2 માર્ચનાં રોજ યોજાશે બંને એક જ દિવસે આપવા અને બંને પરિણામ એક જ દિવસે આપવાની રજૂઆત ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.