Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત વિદ્યાસભાના સત્રમાં પશુ નિયંત્રણ વિધેયક પાછું ખેંચવામાં આવ્યું.

Share

ગુજરાત વિધાનસભામાં આજે અને કાલે બે દિવસના ટૂંકા સત્રનો પ્રારંભ થયો હતો. આ 14 મી વિદ્યાસભાનું છેલ્લું સત્ર છે. આજે વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવ્યો હતો. આજે ગુજરાતનું બહુચર્ચિત પશુ નિયંત્રણ વિધેયક પાછું ખેંચાવમાં આવ્યું હતું. આ નિર્ણય સર્વ સમિતિમાં લેવાયો હતો.

ગુજરાતના વિધાનસભાના સત્રમાં આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેકારી, કમર્ચારીઓના પ્રશ્નો સહીત વિવિધ મુદ્દાઓ પર આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની બહાર પગથિયાં પર બેસીને ધારણા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વાર ઉગ્ર રીતે સુત્રોચાર કરવામાં આવ્યો હતો.

Advertisement

આજે સત્રની શરૂઆતમાં જ કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભાની વેલામા જઈને વિરોધ કર્યો હતો તેને લીધે 11 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્સ કરવામાં આવ્યા હતા અને સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઉંચકીને ગૃહ બહાર લઇ જવાયા હતા. આજે ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે પ્રજા હવે કોંગ્રેસની સાથે નથી પણ ભાજપ સાથે છે. કોંગ્રેસ ખોટા દેખાડા કરીને વિધાનસભાની ગરિમાનો ભંગ કરે છે. આજે સવારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ‘આજે દિવાળી કાલે દિવાળી, ભાજપની આ છેલ્લી દિવાળી’ જેવા સુત્રોનો ઉચ્ચાર કરીને વિરોધ કર્યો હતો.


Share

Related posts

સ્ટેનલેસ સ્ટીલના ત્રણ ભુંગળા, કોપરના વાયર તથા તાંબાના તાર સાથે શંકાસ્પદ હાલતમાં એક ઈસમને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

દાદર – અજમેર એકસપ્રેસ ટ્રેનને પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા મુસાફરોની માગ…

ProudOfGujarat

ગુજરાત રાજ્ય 108 ના ઓપરેશન હેડ ભરૂચની મુલાકાતે, 19 લોકેશન ઉપર જઈ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!