Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિધાનસભા ચૂંટણીઓ પહેલા સ્ટાર પ્રચારકોના ઓક્ટોબરથી ગુજરાતમાં ધામા, વિવિધ રાજકીય પક્ષો લાગ્યા તૈયારીઓમાં.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્યમાં રાજકિય માહોલ જામી રહ્યો છે, ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટેની કવાયત પણ વિવિધ રાજકીય પક્ષો એ તેજ કરી છે, ચૂંટણી પ્રચારમાં પ્રજા વચ્ચે જાણીતા ચહેરાઓને ઉતારવાની રણનીતિ પણ વિવિધ પક્ષોના કાર્યલયમાં ઘડાઇ રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ્યાં એક તરફ વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રિય નેતાઓએ ગુજરાતના આંટા ફેરા વધાર્યા છે તો બીજી તરફ હવે સ્ટાર પ્રચારકોને પણ ગુજરાતની ચૂંટણીમાં પ્રજા વચ્ચે મોકલી પક્ષના ઉમેદવારને જીત મળે અને મત માટેની અપીલ કરાય તેવી રણનીતિઓમાં રાજકિય પક્ષો લાગ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

આગામી માસ એટલે કે ઓક્ટોબરથી નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન મોટાભાગના પક્ષના સ્ટાર પ્રચારકો ગુજરાતની વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ફરી જે તે ઉમેદવારો માટે મત માંગતા દેખાય તેવી રણનીતિઓને પ્રદેશના કાર્યાલયોમાં આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, સ્ટાર પ્રચારકોમાં નામાંકિત રાજકીય ચહેરાઓ, ફિલ્મ લાઈન સાથે સંકળાયેલા એકટરો સહિત લોકોમાં નામના ધરાવતા તમામ એવા વ્યક્તિઓને ચૂંટણીના રણમાં મત માટેની અપીલ અને જેતે વિસ્તારોમાં રોડ શો સહિત સભાઓ અંગેની તારીખો જે તે પક્ષો એ રણનીતી મુજબ ઘડી કાઢી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વર ગણપતિ મહોત્સવમાં વીજ કરંટમાં મૃત્યુ પામેલ યુવાનનાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું.

ProudOfGujarat

નેત્રંગમાં કોરોના વાઇરસ બાબતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

संजू” ने पहले दिन की धमाकेदार ओपनिंग, 34.75 करोड़ रुपये के साथ बनी 2018 की सबसे बड़ी ओपनर!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!