આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઇ રહી છે, ચૂંટણીઓ પહેલા હવે તમામ રાજકીય પક્ષો મતદારોના સીધા સંપર્કમાં આવી રહ્યા છે, સાથે જ પોતાના પક્ષને મજબૂત કરવા સાથે મતદારોમાં પોતાનું સ્થાન મેળવવાની કવાયતમાં લાગી ચુક્યા છે, ચૂંટણીઓને લઇ જ્યાં એક તરફ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આગમન થઇ રહ્યા છે તો બીજી તરફ ગામડાઓમાં હવે પ્રચારના પરઘમ શરૂ થયા હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસનું ડીજીટલ રથ કેમ્પેઇન પુર જોશમાં ચાલી રહ્યું છે, કોંગ્રેસનું કામ બોલે છે ના સ્લોગન સાથે ફરતા આ રથના માધ્યમ થકી રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ભાષણ લોકો વચ્ચે રજુ કરવામાં આવી રહ્યા છે, જેમાં વર્તમાન ભાજપ સરકાર પર રાહુલ ગાંધી પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે સાથે જ કોંગ્રેસ પક્ષ સત્તા પર આવશે તો ક્યાં પ્રકારના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે તેમ પણ જણાવવામાં આવી રહ્યું છે.
હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી. પરંતુ કોંગ્રેસ ચૂંટણીઓ પહેલા જ આ ચૂંટણીમાં કોઈ કચાસ બાકી ન રહી જાય અને ગામેગામ મતદારો સુધી કંઈ રીતે પાર્ટીને પહોંચાડી શકાય તેવી રણીનીતિ સાથે હાલમાં પાર્ટીનો પ્રચાર પુર જોશમાં શરૂ કર્યું છે, અંકલેશ્વરમાં સક્કરપોર ગામ ખાતે કોંગ્રેસના આગેવાનો ડિજિટલ રથ લઇ લોકો વચ્ચે ફરતા નજરે પડ્યા હતા.