ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જુદી જુદી રીતે ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરા ઘડાઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક વખત એવો પ્રયત્ન થયો હતો. જો ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત મોટા સર્ચ ઓપરેશનથી આ કાવતરું નિષ્ફ્ળ ગયું હતું અને એક પાકિસ્તાની બોટ ઝડપાઇ હતી. ગુજરાતના યુવાનોને ડ્રગ્સથી બરબાદ કરવાની આ તકનીક નિષ્ફ્ળ કરી હતી.
ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં અરબ સાગરમાં ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાનની બોટ અને 6 કૃ મેમ્બર સાથે 40 કિલો હેરોઇન ઝડપાયા હતા. ગુજરાતમાં ફરી એક વખત મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને મોટી સફળતા હાથ લાગી છે. ભારતીય સમુદ્રની સીમમાંથી એક પાકિસ્તાની બોટ પકડાઈ હતી જેમાં અંદાજે 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇન સાથે 6 પાકિસ્તાની કૃ મેમ્બરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે વધુ તપાસ કરવા માટે બોટને જખૌ ખાતે લાવવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાકિસ્તાની બોટમાં અલ તૈયસા લખવામાં આવ્યું હતું. આ બોટમાં સવાર તમામ 6 પાકિસ્તાનીની અટકાયત કરવામાં આવી છે.