જૂની પેન્શન યોજના લાગુ કરવાના વિરોધ સાથે ગુજરાતમાં ગઈકાલે મોટી સંખ્યામાં કર્મચારીઓનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે આ વિરોધમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે આગામી 17 સપ્ટેમ્બરના રોજ માસ સીએલ પર કર્મચારીઓ ઉતરશે. સરકારી કર્મચારીઓમાં ભારેથી અતિભારે આક્રોસ જોવા મળી રહ્યો છે. જૂની પેન્શન યોજનાના સહિતના અન્ય પડતર પ્રશ્ચો ઉભા હોવાથી કર્મચારીઓએ સરકાર સામે આ વખતે બાયો ચડાવી છે.
ખાસ કરીને એકબાજુ ગુજરાતમાં કર્મચારીઓના આંદોલનના ઉભરાને શાંત કરવા અને કર્મચારીઓની વ્યાજબી માંગ સામે મંત્રણા કરવાના હેતુસર અને નિકાલ લાવવા માટે મંત્રીઓની કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે એ જ સમયે અમદાવાદમાં મોટી 3 કિમીની લાંબી રેલી આ માંગને લઈને કરાઈ રહી છે. ખાસ કરીને ગઈકાલે જોવા મળેલા વિરોધ બાદ સરકાર માટે પણ આ ચિંતાનો વિષય બની ગયો છે કેમ કે, કર્મચારીઓટ દ્વારા હવે માસ સીએલ પર ઉતરવાની ચિમકી આપવામાં આવી રહી છે.
ખાસ કરીને પગારપંચ મામલે આ પંચ લાગુ કરાયું છતાં પણ આજદીન સુધીમાં કર્મચારીઓને કેટલાક લાભ મળી રહ્યા નથી. જેથી આખાય રાજ્યના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે. જેમાં લાખો કર્મચારીઓ જોડાય તેવી શક્યતા છે. આમ સીએલ પર ઉતરીને કર્મચારીઓ વિરોધ કરશે. માત્ર અમદાવાદ નહીં પરંતુ એ સિવાય કચ્છ, ઉત્તર ગુજરાત, વડોદરા સહીતના શહેરોમાં વિરોધ જોવા મળ્યો હતો. બધી બ્રાન્ચના વિવિધ કર્મચારીઓ દ્વારા આ માંગ કરવામાં આવી રહી છે.