મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેર કર્યું છે કે નવરાત્રિમાં સોસાયટી કે ફ્લેટમાં રહેતા રહીશોએ સરકારની મંજૂરીની આવશ્યકતા નથી. આજે મુખ્યમંત્રીએ સત્તાવાર જાહેર કર્યું છે કે, માં અંબેની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ, આ વર્ષે કોરોના મહામારીને કારણે જાહેર સ્થળ પર નવરાત્રિ કરવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી નથી, પરંતુ આજે મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે જો કોઇ સોસાયટી કે પોતાના ફલેટમાં સાથે મળીને ગરબા ગાવા હોય તો આયોજન કરી શકે છે. તેમજ સોસાયટીમાં આરતી કે પૂજા કરવા માટે પણ કોઇ સરકારી મંજૂરીની આવશ્યકતા નથી, જો કોઇ સંસ્થા કે વ્યક્તિ જાહેર માર્ગ પર કે સાર્વજનિક સ્થાનમાં માતાજીની આરતી પૂજા, કે ગરબા ગાવાનું આયોજન કરે તો તેમણે સરકારી અનુમતિની તથા પોલીસની અનુમતિ લેવી ખુબ જ જરૂરી છે, મુખ્ય મંત્રીના આદેશ અનુસાર કોઇ પણ વ્યક્તિ પોતાની સોસાયટીમાં માં અંબેની આરાધના કરી શકશે, ગુજરાતનાં મુખ્ય પ્રધાનના આ નિર્ણયથી ગુજરાતી પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અત્રે નોંધનીય છે કે આ વર્ષે પ્રથમ વખત ઠેર ઠેર નવરાત્રિના આયોજનો મોકૂફ રહ્યા છે, નવરાત્રિ અને જાહેરમાં માં અંબેની આરાધના બંધ રહેતા અનેક પ્રકારના વ્યવસાયો પર માઠી અસર પડી છે એક અંદાજ મુજબ ગુજરાતમાં નવરાત્રિ ઉત્સવ ન થવાના કારણે 1.5 કરોડનું વિવિધ વ્યવસાયો પર નુકશાન થયું છે.
સોસાયટીમાં ગરબા ગાવાની મંજૂરીની આવશ્યકતાની જરૂર નહીં : મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આદેશ.
Advertisement