Proud of Gujarat
INDIAFeaturedGujarat

સોનાલી ફોગાટ કેસમાં ગોવા સરકારની મોટી કાર્યવાહી, કર્લીઝ ક્લબ પર ચાલ્યું બુલડોઝર.

Share

અધિકારીઓનું કહેવું છે કે રેસ્ટોરન્ટને તોડી પાડવાનો પહેલો ઓર્ડર 2016 માં GCZMA દ્વારા જારી કરવામાં આવ્યો હતો, જેને ‘કર્લીઝ’ના મેનેજમેન્ટ દ્વારા NGT સમક્ષ પડકારવામાં આવ્યો હતો. 6 સપ્ટેમ્બરે જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી NGT બેન્ચે GCZMAના આદેશને સમર્થન આપ્યું હતું.

સોનાલી ફોગાટ કેસમાં ગોવા સરકારે આજે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે આજે સવારે સરકાર દ્વારા વિવાદાસ્પદ કર્લીઝ ક્લબને તોડી પાડવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તોડી પાડવામાં આવ્યું હતું. આ એ જ ક્લબ છે જ્યાં સોનાલી ફોગાટ પાર્ટી કરતો વીડિયો સામે આવ્યો હતો. આ ક્લબમાં જ ફોગાટને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, જેના થોડા કલાકો પછી તેનું મૃત્યુ થયું હતું.

Advertisement

સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ ચારની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી 6 સપ્ટેમ્બરે જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી NGT બેન્ચે કરી હતી. બેન્ચે GCZMA ના આદેશને યથાવત રાખ્યો હતો અને રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીનો નિકાલ કર્યો હતો.


Share

Related posts

ભરૂચ જીલ્લામાં મહોરમની જુલૂસ કાઢયા વિના શાંતિપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

મોરબી સથવારા સમાજ સંધ દ્વારા વિરમગામના સિદ્ધનાથ મહાદેવમાં ધજા ચડાવાઇ -વિરમગામ શહેરના રાજમાર્ગો પર સથવારા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી…

ProudOfGujarat

પાલેજ ખાતે પીર મોટામીયા બાવાના બે દિવસીય ઉર્સનો પ્રારંભ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!