Proud of Gujarat
FeaturedGujaratINDIA

આખરે શિક્ષણ વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ ભરાશે, 3 વર્ષ બાદ TET પરીક્ષાનું આયોજન કરાશે.

Share

આમ તો સરકાર જનતા સામે અને ખાસ તો વિદ્યાર્થીઓ સામે ઝુકવા માંગતી ન હોય તેવું અત્યાર સુધી લાગી રહ્યું હતું પણ આખરે ચૂંટણી નજીક આવી છે એટલે જનતા અને વિદ્યાર્થીઓ સામે ઝુકવું મજબુર બન્યું હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. પોલીસ ગ્રેડ પે મામલો હોય, જૂની પેન્શન યોજના હોય, પગાર વધારો હોય કે પછી ખેડૂત આંદોલન હોય આ દરેક મુદ્દા પર સરકાર ઘેરાઈ રહી છે અને અંતે શિક્ષણ વિભાગમાં ખાલી પદોને ભરવા માટેની જાહેરાત ગુજરાતના શિક્ષણ મંત્રી એ કરી.

મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા તે બાદ પણ ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પ્રભુત્વ વધતા સરકાર પણ ગુંચવણમાં આવી ગઈ છે અને ચૂંટણી પહેલા પરીક્ષા યોજવાના મૂળમાં દેખાઈ રહી છે. વધુમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.

Advertisement

Share

Related posts

વડોદરાના રાવપુરા વિસ્તારમાં પોસ્ટ વિભાગ દ્વારા વરસાદમાં રાખડી પલળે નહીં તેવું વોટર પ્રુફ પોસ્ટ કવર બહાર પડાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં પુનગામ પાટીયા પાસે વાહન ચેકિંગમાં અનેક વાહન ચાલકોને દંડ…

ProudOfGujarat

પાલેજમાં કોમીએખલાસ વચ્ચે પીર મોટામિયાં સમાધિ પર સંદલ વિધિ સંપન્ન કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!