ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ત્રીજી યાદી ઉમેદવારોની જાહેરા કરવામાં આવી છે. જેમાં આ વખતે 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે ઉમેદવારીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન પણ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા પાઠવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ આ પહેલા પણ 10 ઉમેદવારોનું લિસ્ટ જારી કર્યું છે ત્યારે આ વખતે પણ અલગ અલગ વિધાનસભા ક્ષેત્રમાંથી નામ જાહેર કરાયા છે. તેમાં પણ આ વખતે પાટણ, સાવલી, પોરબંદર, ખેડબ્રહ્મા, નિઝાર સહીતના વિવિધ વિસ્તારના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
આ 10 નામો વિવિધ વિધાનસભા વિસ્તારમાં થયા જાહેર
કૈલાશ ગઢવી – માંડવી કચ્છ
દિનેશ કાપડીયા – દાણીલિમડા
ડૉ રમેશ પટેલ – ડીસા
લાલેશ ઠક્કર – પાટણ
કલ્પેશ પટેલ – વેજલપુર
વિજય ચાવડા – સાવલી
બિપિન ગામીત – ખેડબ્રહ્મા
પ્રફૂલ વસાવા – નાંદોદ
જીવન જુંગી – પોરબંદર
અરવિંદ ગામિત – નિઝાર
આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. એક પછી એક ઉમેદવારોના લિસ્ટ જારી કરાયા છે. ખાસ કરીને આપ પાર્ટી દ્વારા દરેક મોરચે અત્યારે તૈયારી થઈ રહી છે. વિવિધ વિસ્તારોને કવર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે પણ ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત સહીતના વિવિધ વિસ્તારોમાથી ઉમેદવારોના નામ ઘોષિત કરાયા છે.
ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પહેલા આપ પાર્ટીએ યાદી જાહેર કરી છે. ઉમેદવારો વહેલી તકે પ્રચાર કરી શકે તે માટે આ યાદી આપ પાર્ટીએ વહેલા જાહેર કરી છે. ખાસ કરીને ચૂંટણી પહેલા ડોર ટુ ડોર પ્રચાર અભિયાનનો પ્રારંભ અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ કર્યો છે ત્યારે આ પ્રચાર અભિયાનમાં તેજીથી ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવશે. આ હેતુથી વહેલા ઉમેદવારોની યાદી આમ આદમી પાર્ટી દ્વારા જારી કરવામાં આવી છે. વિવિધ તબક્કામાં અન્ય યાદી પણ આપ પાર્ટી દ્વારા જારી કરવામાં આવશે.