રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ પદેથી અને કોંગ્રેસના સભ્યપદેથી વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ પાર્ટી પર આક્ષેપ કરતા કહ્યું છે કે, કોંગ્રેસે મારા જ પૈસે મને પદ વેચાતું આપ્યું હતું.
વિશ્વનાથ વાઘેલાએ ચોકવનારી માહિતી સંબોધતા કહ્યું કે, 2016 અને 2021 ની ચૂંટણીમાં પદ મેળવવા કોંગ્રેસને 70 લાખ રૂપિયા લઈને સભ્યોપદ અને હોદ્દાઓ આપ્યા હતા.
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે નેતાએ આક્ષેપ લગાવતા જણાવ્યું કે પક્ષમાં જૂથવાદ વકર્યો છે. પાર્ટીની મુખ્ય ઓફિસોમાં ગાંધી પરિવારની અંધભક્તિ થાય છે. ગાંધી પરિવારના ફોટા હોય છે. જેમાં નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા, રાહુલ, પ્રિયંકાના ફોટો હોય છે. કોગ્રેસનું ગળું તો ક્યારનું રૂંધી નાખવામાં આવ્યુ છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય હલચલ ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે. જોકે રાહુલ ગાંધીની મુલાકાત પહેલા કોંગ્રેસના વધુ એક નેતાએ હાથ છોડ્યો છે.