Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ-મુખ્યમંત્રી દ્વારા કરાયું સ્વાગત.

Share

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ તેમજ ગૃહ અને મહેસુલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર અને માર્ગ મકાન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન શનિવારે સાંજે અમદાવાદમાં આયોજિત ખાદી ઉત્સવના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન રવિવારે સવારે કચ્છમા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુર્હુત કરવાના છે. તેઓ આવતીકાલે બપોર બાદ મહાત્મા મંદિરમાં મારુતિ સુઝુકી મોટર કોર્પોરેશનના કાર્યક્રમમા સહભાગી થશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.

Advertisement

સરકાર અને સંગઠન સાથે તેમની બેઠક અત્યારે તેમના પહોંચતાની સાથે શરુ થઈ ગઈ છે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 5 વાગ્યા સુધી બેઠક ચાલશે. જેમાં ખાસ કરીને આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાંજે 5.30 કલાક આસપાસ રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે તેમનો ભૂજનો કાર્યક્રમ યોજાશે.


Share

Related posts

અંકલેશ્વર શહેરના જવાહર બાગ પાસે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનીસીપલ ડિસ્પેન્સરી અને વાણિજ્ય લક્ષી નિર્માણ પામનાર કોમ્પ્લેક્ષનું આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ભરૂચ : શાળા સંચાલકોની ફી દ્વારા કરાતી લૂંટ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તાળાબંધી કરવા જતાં NSUI નાં પ્રમુખની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

વાંકલ : ગાંધીનગરથી તપાસ માટે આવેલ FRL ની ટીમે વાંકલ સસ્તા અનાજની દુકાનમાંથી પ્લાસ્ટિકના ચોખા અંગે કરી સ્પષ્ટતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!