ગાંધીનગરનાં સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ ઘણા લાંબા સમય બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવરાત્રિ પ્રસંગે તેમની પારંપારિક પ્રથા અનુસાર તેઓ માણસામાં બહુચરાજી માતાજીએ દર્શનાર્થે જશે અને બીજા નોરતેથી પરિવાર સાથે સમય વ્યતીત કરશે. આ તેમની કોઇ રાજકીય મેળાવડો કે મુલાકાત નથી તેવું ભાજપનાં અંગત સૂત્રોએ જણાવ્યુ છે તેમ છતાં અહીં નોંધવું રહ્યું કે ગુજરાત રાજયમાં 8 સીટની પેટા ચૂંટણી યોજાનાર છે તો આ બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ સંધનાં કાર્યકરો અને નેતાઓને માર્ગદર્શન પણ પૂરું પાડી શકે છે, નવરાત્રિનાં પ્રારંભે અમિત શાહની ગુજરાતની મુલાકાત અને ત્યારબાદ આવનારા સમયમાં પેટા ચૂંટણીઓનો પ્રારંભ આમ તો આ મુલાકાતે રાજકીય મુલાકાત નથી તેવું ભાજપનાં સૂત્રો જણાવે છે પરંતુ આ મુલાકાત દરમિયાન પાર્ટીનાં કાર્યકરો સાથેની ગોષ્ઠી એક રાજકીય ઓપ ગુજરાત માટે હોય તો નવાઈ નહીં ?
શા માટે આવી રહ્યા છે ગુજરાતની મુલાકાતે અમિત શાહ જાણો વધુ ?
Advertisement