ગુજરાતમાં ફરી એક વખત સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે અને લડતનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાત સરકર સતત કર્મચારીઓની અવગણના કરી રહી છે. ગુજરાતમાં આ વર્ષે તલાટી, આરોગ્ય કર્મચારીઓ, પૂર્વ સૈનિક પછી હવે રાજ્યના તમામ વિભાગના સરકારી કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.
એક તરફ આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને બીજી તરફ ગુજરાત સરકારના કર્મચારીઓ પડતર પ્રશ્નોથી નારાજ છે. આ માટે ગુજરાત સરકારના તમામ વિભાગના સરકારી કર્મચારીઓ વિવિધ પ્રશ્ને આવતા મહિનાની 30 સપ્ટેબરથી સરકરી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતારવાનો નિર્ણય કર્યો છે.
સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોમાં જૂની પેંશન યોજના લાગુ કરવા, ફિક્સ પગારની નીતિ દૂર કરવા, સાતમા પગાર પંચના ભથ્થાનો લાભ સહીતના મુદ્દે હડતાળ પર ઉતરશે. ગુજરાત સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાંપણ હજુ સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. ગઈકાલે મહામંડળની બેઠકમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. રેલી યોજીને આવેદન પત્ર આપવામાં આવશે. હજુ તલાટી, પૂર્વ સૈનિકોનું આદોલન માંડ પૃરુ થયું છે ત્યારે હવે શિક્ષકો, પંચાયતના કર્મચારીઓ સરકાર સામે લડતનો માર્ગ અપનાવ્યો છે.