ગુજરાતમાં આજે જન્માષ્ટમી હોવાથી તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. કૃષ્ણના જન્મોત્સવને વિવિધ રીતે ઉજવણી કરવા માટે મંદિરોમાં ખાસ પ્રકારે શણગાન કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે અને સાતમ આઠમનો તહેવાર અને એમાં પણ ભગવાન કૃષ્ણના અવતરણ દિવસને વધાવવા માટે કૃષ્ણભક્તો ભગવાનના મંદિરે ઉમટી પડ્યા છે.
ભાગવાના શ્રી કૃષણના જન્મોત્સવને ઉજવવા માટે ગુજરાતની પ્રજા જાણે કૃષ્મમય બની ગઈ છે. આજે ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભાવથી ઉજવણી કરવામાં આવશે ત્યારે ગુજરાતના દ્વારિકાધીશ મંદિર, ડાકોરનું રણછોડરાયનું મંદિર અને શામળાજી સહીતના નાના મોટા મંદિરે કૃષ્ણ ભગવાનને અલગ અલગ રીતે શણગાર કરીને તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી આવી ગયા છે.
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ઉજવવા માટે ઠેર ઠેર મંદિરોમાં તડામાર તૈયારી થઇ રહી છે. આજે સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ બન્યો છે અને નાના મોટા સૌ ભગવાન કૃષ્ણના જન્મોત્સવવને ઉજવામાં માટે થનગની રહ્યા છે. ગુજરાતના મોટા મંદિરોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ ઘટના ન બને તે માટે ચાંપતી નજર રખાઈ રહી છે મંદિરોમાં પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.