રાજયનાં હવામાન વિભાગ દ્વારા યોજાયેલ એક વેબીનારમાં આગાહી કરવામાં આવી છે કે તા.15 થી 17 ઓકટોબરમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જેમાં વેધર વોચ ગ્રૂપ અને રાહત કનિશનરે એવા અહેવાલો આપ્યા છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની શકયતા જણાવી છે તેમજ મધ્ય ગુજરાતનાં કેટલા વિસ્તારોમાં વરસાદ પાડવાની સંભાવના રાજયાનાં હવામાન વિભાગે જણાવી છે. પ્રતિવર્ષ કરતાં આ વર્ષે સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં વધુ પડતો વરસાદ પડયો હતો તેમ છતાં હજુ પણ રાજયનાં હવામાન વિભાગે વરસાદની ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. આથી અહીં નોંધનીય છે કે જો આગામી સમયમાં ગુજરાત રાજયમાં વરસાદ વર્ષે તો ખેડૂતોએ વાવણી કરેલ પાકનું શું થશે ? તેવા પ્રશ્નો પણ બીજી તરફ સર્જાયા છે.
Advertisement