ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને ડેરી પ્રોક્ટરનું ઉત્પાદન અને વેચાણ કરે છે. અમૂલે ગુજરાતના અમદાવાદ, સૌરાષ્ટ્ર, દિલ્હી, NCR, પશ્ચિમ બંગાળ, મુંબઈ સહિત તમામ બજારોમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ આ વર્ષે માર્ચમાં પણ અમૂલ અને અન્ય બ્રાન્ડ્સે દૂધના ભાવમાં વધારો કર્યો હતો.
અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલનું સંચાલન કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL) દ્વારા અપાયેલી માહિતી અનુસાર, 17 ઓગસ્ટથી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી લાગુ થનારા 500 મિલીના પાઉચના નવા ભાવ પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અમૂલ ગોલ્ડની કિંમત 31 રુપિયા પ્રતિ 500 મિલી રહેશે. જ્યારે અમૂલ તાજાનું 500 મિલીનું પાઉચ 25 રુપિયા, અમૂલ શક્તિ 28 રુપિયામાં મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર દૂધના ઉત્પાદન અને અન્ય ખર્ચમાં વધારો થતા ભાવવધારો કર્યો છે. અમૂલ દૂધની તમામ બ્રાન્ડના ભાવ આવતીકાલથી જ વધી જશે.