આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે સિંહોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે પરંતુ તકેદારીના અભાવે મોટી સંખ્યામાં સિંહોના મોત પણ થયા છે. છેલ્લા બે વર્ષમાં 283 સિંહના મૃત્યુ થયા છે. આ આંકડો સત્તાવાર છે. જે વિધાનસભામાં અગાઉ કોંગ્રેસ નેતા પૂંજા વંશ દ્વારા કરાયેલા સવાલના જવાબમાં વન વિભાગ તરફથી રજૂ કરાયો હતો. સિંહોના મોત થવાના પણ અનેક કારણો છે.
વન્ય પ્રાણી અને ગીરના રાજા સિંહની સંખ્યા અત્યારે 2020ના આંકડાઓ અનુસાર 674 જરૂર છે પરંતુ તેમાં વધુ 900 થી વધારે વધારો થઈ શક્યો હોત પરંતુ કેટલાક સિંહોના કુવામાં પડવાથી કે ટ્રેન નીચેના પાટામાં આવી જવાથી અગાઉ મોત થયાની વિગતો સામે આવી હતી. જેમાં 29 જેટલા સિંહોના મોત કુદરતી કારણોથી થયા છે. બાકીના 254 સિંહના મૃત્યુ અન્ય કારણોથી પણ થયા છે. ગીર અભ્યારણની અંદર 345 જેટલા સિંહો છે જ્યારે ગીર બહાર 329 સિંહોની વસ્તી છે.
જોકે, સિંહોની સંખ્યામાં બીજી તરફ 15 વર્ષમાં 88 ગણો વધારો પણ થયો છે પરંતુ 1968 માં સિંહોની સંખ્યા માત્ર 177 હતી. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક અને 23 વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે. જેમાંખી ગીર નેશનલ પાર્ક ઉપરાંત 4 સેન્ચુરી એરીયામાં સિંહ વસવાટ કરે છે. રાજ્યસભા તરફથી આવેલી વિગતો અનુસાર, ગીર વિસ્તારમાં દર 100 ચોરસ કિલો મીટરે 13 થી 14 સિંહ વસે છે.