Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતની અનલોક-3 ની ગાઈડલાઈન જાહેર : દુકાનો 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ રાત્રે 10 કલાક સુધી રહેશે ખુલ્લા.

Share

કેન્દ્ર સરકાર બાદ આજે ગુજરાત સરકારે પણ અનલોક-3 ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. રાજ્યમાં પણ 1 ઓગસ્ટથી રાત્રિ કર્ફ્યુ દૂર કરી દેવામાં આવ્યું છે તો સાથે જ દુકાનો રાતના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવામાં રાત્રે 10 કલાક સુધીની છૂટ વધારવામાં આવી છે એટલે કે રાત્રે રેસ્ટોરન્ટ હવે 10 કલાક સુધી ખુલ્લા રહેશે. આજે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક 3 સંદર્ભમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને અને રાજ્યની સ્થિતિને ધ્યાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રિ કર્ફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં પણ જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રી કૌશિક ભાઈ પટેલ, મંત્રી સૌરભ ભાઈ પટેલ, રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્ય મંત્રીના અગ્ર સચિવ મનોજ કુમારદાસ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

પીએમ મોદી બાદ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં કર્યું પરિવાર સાથે મતદાન.

ProudOfGujarat

अमिताभ बच्चन और अक्षय कुमार के बाद करन आनंद की होम मेड शार्ट फ़िल्म का पोस्टर हुआ रिलीस

ProudOfGujarat

નડિયાદ : વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી મોટરસાયકલ સવાર ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!