Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખેલૈયાઓને આ વખતે નવરાત્રિના પાસ મોંઘા પડશે, આ કારણે વધુ પૈસા આપવા પડશે.

Share

ગુજરાતમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષની અંદર કોરોનાના કારણે નવરાત્રિનું આયોજન રંગચંગે જોવા નથી મળી રહ્યું ત્યારે આ વખતે ખેલૈયાઓ માટે પાસ પર લાગેલા જીએસટીનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

નવરાત્રિ એ ગુજરાત માટે ધાર્મિક અને સાંસ્કૃતિ તહેવાર છે ત્યારે હવે ગુજરાતમાં સંસ્કૃતિ પર ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે, આ વખતે ગરબાના પાસ પર જીએસટી લગાવવામાં આવતા લોકોને વધુ પૈસા આપીને પાસ ખરીદવા પડશે.

Advertisement

વર્ષ 2022 માં સરકારે ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતા રાજ્યાના આયોજકોને જીએસટી ચૂકવવો પડશે. ખાસ કરીને કેટલાક આયોજકોએ સિઝન પાસ જ જીએસટી ના ચૂકવવો પડે માટે રાખ્યા જ નથી. આ વર્ષે જીએસટી લાગુ કરાતા ખેલૈયાઓને મોટી રકમ ચૂકવવી પડશે. ખાસ કરીને વડોદરામાં યુનાઈટેડ વેની નવરાત્રિ પુરા ગુજરાતમાં ફેમસ છે ત્યારે વડોદરામાં 1 લાખ કરતા વધુ ખેલૈયાઓને દોઢ કરોડથી વધુ રુપિયા જીએસટી પેટે ચૂકવવા પડશે. યુનાઈટેડ વેમાં 2500 થી 3000 જેટલા પાસ વેચાઈ ચૂક્યા તોસૂરતમાં સિઝનની જગ્યાએ ડેઈલી પાસનો ઉપયોગ થશે. આ વખતે ખેલૈયાઓને ગરબા રમવા મોંઘા પડી શકે છે. ખેલૈયાઓનો યુનાઈટેડ વે ને લઈને જે ઉત્સાહ હોય છે તેમાં આ વખતે જીએસટી વુસલવામાં આવી રહ્યો છે. કેમ કે, 4100 ના પાસમાં 783 રુપિયા જીએસટી વસુલાઈ રહ્યો છે.


Share

Related posts

ભરૂચ લિંકરોડ ઉપર એસ.બી.આઈ. બેન્ક નજીક લાખો રૂપિયાની ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થતા ચકચાર.

ProudOfGujarat

મગરને રેસ્કયુ કરવા વન વિભાગની ત્રણ જેટલી ટીમને સ્ટેન્ડ બાય મોડપર રખાઈ

ProudOfGujarat

આ લુકમાં પાપારાઝીના કેમેરામાં જોવા મળી જ્યોર્જિયા એન્ડ્રિયાની, જુઓ તસવીરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!