ડીજીપી આશિષ ભાટીયાએ બરવાડા લઠ્ઠાકાંડ મામલે નિવેદન આપતા કહ્યું કે, કાલે બપોરે માહિતી આવી હતી કે, અમદાવાદ રુરલ ધંધુકા વિસ્તારમાં બેથી ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે અને તેમની હાલત ગંભીર છે. આ પ્રાથમિક માહિતી હતી અને આ આધારે, પોલીસ કર્મીઓને મોકલ્યા જ્યાં વિગત અનુસાર કેમિકલ પદાર્થ પીધો હતો. ત્યાર બાદ જાણવા મળ્યું કે, રોજિંદ ગામમાં કેમિકલ પદાર્થ પીધું છે અને તેની અસર થઈ હતી. બોટાદ એસપી અને ભાનગર રેન્જના આઈજીને મોકલવામાં આવ્યા હતા. ત્યાર સુધીમાં જે બનાવ બન્યા હતા તેમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે 24 કલાકમા ગુનો ડીટેક્ટ કરાયો છે. મોટાભાગના રાઉન્ડઅપ કરી, એફઆઈઆર રજીસ્ટ્રેશ પણ કરાઈ છે. 460 લિટર કેમિકલ કબ્જે કરાયું છે.
સેમ્પલ રાતો રાત એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. બ્લડ સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા. આ બન્ને વસ્તુનું પૃથક્કરણ કરતા મિથાઈલ આલ્કોહોલ 99 ટકા છે તે સ્પશષ્ટ થયું છે. જયેશ ઉર્ફે રાજુ જે અસલાલી વિસ્તારમાં ગોડાઉનમાં કામ કરે છે અને અમોસ કોર્પેોરેટ નામની કંપની આ બેરલ ત્યાં મૂકે છે 2.5 લિટરની બોટલ બનાવવામાં આવે છે. જે ચાંગોદર કંપનીમાં મોકલવામાં આવે છે. જયેશના ફોઈના છોકરા સંજય કે જે નભોઈનો રહેવાસી છે. જયેશે તેને કુલ 22 તારીખના રોજ 600 લિટર કેમિકલ મિથાઈલ આલ્કોહોલ સપ્લાઈ કર્યું હતું. ત્યાંથી સંજય કેમિકલ લાવેલો જેમાં તેના સગા ભાઈ વિનોદભાઈ પણ સામેલ હતા. 600 લિટરમાંથી પિન્ટુને અપાયું જે ત્યાં ચોકડીનો રહેવાસી હતો. જેને 200 લિટર આપ્યું અને અજીતભાઈને 200 લિટર આપેલું અને આ સિવાય અન્ય કેમિકલ ભવન નારાયણને 200 લિટર આપ્યું અને વલ્લભભાઈ અને જટૂભાને આપ્યું હતું. આમ એક પછી એક લોકોને આ કેમિકલ આપ્યું હતું. આ સિવાય રોજિદ ગામના ગજુબેનને પણ આ કેમિકલ આપ્યું હતું. આ સિવાય અન્ય લોકો સુધી આ કેમિકલ પહોચ્યું હતું. નોર્મલી મિથાઈલ આલ્કોહોલનો ઈન્ડસ્ટ્રી યુઝ પેઈન્ટ્સ, પ્લાયવૂડ અને ફાર્મામાં ઉપયોગ થાય છે. આ રીતે સપ્લાય કર્યો હતો અને તેમને રીટેલમાં સપ્લાય કરવાથી લોકોને ઈફેક્ટ થઈ છે.
અત્યાર સુધીમાં 22 બોટાદ, અમદાવાદ રુરલ વિસ્તારના 6 એમ કુલ 28 લોકોનું મૃત્યુ થયું છે. અને બેના શંકાસ્પદ મોત થયા છે જે પીએમ બાદ જ ખ્યાલ આવ્યો બોટાદાના વિવિધ ગામોના લોકો મરણ પામ્યા છે. અત્યારે ભાવનગર અને અમદાવાદમાં અન્ય લોકો સારવાર લઈ રહ્યા છે.
બરવાડા, અમદાવાદ રુરુલ, રાણપુરામાં ગુનાઓ દાખલ કરાયા અને 13 આરોપીઓના નામ એફઆઈઆરમાં સામેલ છે. રેન્જ આઈજી, એસપી બોટાદ, એસપી અમદાવાદ રુરુલ, રેન્જ આઈજી રુરલ, દિપેન ભદ્રન એટીએસની ટીમ જોડાયેલી છે. આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કેમિકલ પહેલીવાર 600 લિટર સપ્લાય કર્યું છે, આ કેમિકલ ચોરી કરીને ત્યાંથી લવાયું હોવાનું પણ તેમણે કહ્યું હતું.