ગુજરાત પોલીસ દ્વારા વખતોવખત સારી કામગીરી કરતાં પોલીસ કર્મચારીઓને બિરદાવવામાં આવે છે. રાજયનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ સમગ્ર રાજ્યનાં પોલીસદળમાં કામ કરતાં કર્મચારીઓનો જોશ અને જુસ્સો જળવાઈ રહે તે માટે આવકારદાયક પ્રયોગ કરેલ છે. જેમ કે પોલીસતંત્રનાં તમામ વિભાગનાં 110 યોગ્યતા ધરાવતા કર્મચારી, અધિકારીને ‘DGP પ્રશંસા મેડલ’ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના IPSથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓને પ્રશંસનિય કામગીરી બદલ ‘DGP’s Commendation Disc’ એટલે કે ‘DGP પ્રશંસા મેડલ’ એનાયત કરાયા. આ અંગેનાં ચોકકસ નિયમો તૈયાર કરાયા હતા. નિયમ કરાયેલ માપદંડનાં આધારે શહેર જિલ્લા પોલીસ, ATS, કોસ્ટલ સિક્યુરિટી, CID, IB, CID ક્રાઈમ એન્ડ રેલવેઝ, હથિયારી એકમો, ટેકનિકલ સર્વિસ અને સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો, તાલીમ વિભાગ, STB વિભાગના યોગ્યતા ધરાવનારાઓને મેડલ એનાયત કરાયા.આ એવોર્ડ સમારંભમાં પશ્ચિમ રેલ્વે વડોદરાનાં પોલીસ ઈન્સ્પેકટર નાઝીમ મહંમદઅલી તલાટીને ખાસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાત પોલીસ દ્વારા સારી કામગીરી કરતાં પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત કરી બિરદાવવામાં આવ્યા.
Advertisement