બરવાળાના રોજિદ ગામે અત્યારે માતમ છવાઈ ગયો છે. કેમ કે, ઝેરી દારુ પીવાના મામલે અત્યારે 27 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં એક બાજુ કહેવામાં આવી રહ્યું છે કે દારુબંધી છે ત્યારે આ દારુબંધીમાં દેશી દારુના અડ્ડાઓ ઠેર ઠેર ધમધમી રહ્યા છે. આ પણ લઠ્ઠાકાંડમાં એક પછી એક લોકોના મોત થઈ રહ્યા છે. પરંતુ કાગળ પર જ દારુબંધી છે. અત્યારે લઠ્ઠાકાંડના મામલે અમદાવાદ, ધંધુકા, ભાવનગર સહીતની હોસ્પિટલોમાં ઝેરી દારુ પીનાર લોકોને એડમિટ કરવામાં આવી રહ્યા છે.
ગઈકાલે જે મૃતકોના પીએમ રીપોર્ટ મોકલવામાં આવ્યા હતા તેમાં મિથાઈલ આલ્કોહોલનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. મોતનો માતમ અત્યારે આ મામલે જોવા મળી રહ્યો છે. અત્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કેટલા દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. જેમની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે અત્યારની પરિસ્થિતિમાં 43 થી વધુ દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં એડમિટ છે. દેશી દારુના હબ મનાતા નભોઈ લઠ્ઠાકાંડ માટે એપી સેન્ટર સાબિત થઈ શકે છે.
ઝેરી દારુની ગંભીર અસરો હજૂ પણ જોવા મળી રહી છે. ત્યારે વધુ તપાસ આ દિશામાં હાથ ધરવામાં આવશે. ઝેરી દારુ કાંડની સઘન તપાસ કરવામાં આવશે અને તેમાં તમામ પ્રકારની વિગતો મેળવી રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. પોલીસે અત્યારે અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં કેટલાકની આ મામલે ધરપક કરી હોવાની વિગતો પણ મળી રહી છે.