ભારત સરકારના માન ગૃહમંત્રી અમીતભાઇ શાહ નાઓના વરદહસ્તે પોલીસ ભવન ગાંધીનગર ખાતેથી IA પ્રીજેક્ટ અંતર્ગત નવનિર્મિત ‘ત્રિનેત્ર’ (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર), lady Worn Camera System, e-FIR તેમજ Arm-Human Trafficking Unit (AHTU) ના ૮-વાહનોના Fag– કાર્યક્રમ જેવી ગુજરાત પોલીસની અદ્યતન તકનિકી સેવાઓનો શુભારભ કરવામાં આવેલ છે. આમ, ગુજરાત પોલીસની ૧૪ સેવાઓ જાહેર જનતા સુધી ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાશે.
ગુજરાત રાજ્યની અનોખી પહેલ જેમાં હવેથી જાહેર જનતાને વાહન/મોબાઇલ ચોરીની ફરીયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહી. તેઓ ગુજરાત પોલીસની સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપના માધ્યમથી ગમે તે જગ્યાએથી ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકો. અને એકમ છે.આર.ની કોપી એપ ઉપરથી મેળવી શકશે. તેમજ આવી ફરીયાદ મળ્યાના ૪૮ કલાકમાં પોલીસ દ્વારા ફરીયાદીનો સંપર્ક કરી જરૂરી માહીતી એકત્રીત કરી ગુન્હો શોધી કાઢવા ત્વરીત કાર્યવાહી કરવામાં આવશે. જે ગુનાની તપાસની પ્રગતિ બાબતે ફરીયાદીીને SMS દ્વારા તથા વિમા કંપનીને પણ સદર એપ્લીકેશનના માધ્યમથી જાણ થશે. તેમજ સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ દ્વારા ભાડુઆત નોંધણી, સિનિયર સિટીઝનની નોંધણી, પોલીસ વેરીફીકેશન, એન.ઓ.સી. તથા ગુમ થયેલ વ્યક્તિની માહીતી સરળતાથી મેળવી શકાશે.
ગુજરાત સરકાર તરફથી આધુનિક, ઝડપી અને પારદર્શક કામગીરી સારૂ ગુજરાત પોલીસને વિવિધ ટેકનોલોજીથી સજ્જ Body Warm Camera ફાળવવામાં આવેલ છે. તેમજ અત્રેના ખેડા-નડીયાદ જીલ્લાને કુલ ૧૬૦ Body Warn Camera ફાળવેલ છે. જે અત્રેના અલગ-અલગ પોલીસ સ્ટેશન ખાતે જરૂરીયાત મુજબ ફાળવણી કરવામાં આવેલ છે, જે Body WomCamera ના માધ્યમથી પોલીસ દ્વારા લાઇવ મોનીટરીંગ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે રાયોટીંગના ગુન્હામાં તેમજ જાહેર સભા/યાત્રાઓમાં બનતા બનાવોમાં અસામાજીક તત્વો તથા ગુનેગારો સુધી સરળતાથી પહોંચી શકાશે. તેમજ રાજ્ય લેવલે ત્રિનેત્ર (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) ખાતેથી Body Warn Camera નું લાઇવ મોનીટરીંગ કરવામાં આવશે. ત્રિનેત્ર (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) –
ગુજરાત સરકાર તરફથી ગુજરાત રાજ્યના ૩૪ જીલ્લાઓ ખાતે તેમજ ૬ પ્રસિધ્ધ યાત્રાધામો ખાતે આશરે 5000 વિવિધ ટેકનોલોજી સજ્જ સી.સી.ટી.વી કેમેરા સ્થાપિત કરવામાં આવેલ છે. જે પૈકી અત્રેના ખેડા-નડીયાદ જીલ્લાના નડીયાદ શહેર તથા ડાકોર યાત્રાધામ ખાતે કુલ-૧ લોકેશન ઉપર કુલ-૩૨૩ વિવિધ ટેકનોલોજી સજ્જ સી.સી.ટી.વી.કેમેરા stall કરવામાં આવેલ છે, જે સી,સી.ટી.વી. કેમેસના માધ્યમથી ટ્રાફીક નિયમન, તેમજ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ તેમજ અન્ય ગુનાઓમાં ડીટેક્શન કરવામાં આવી રહેલ છે. જેનું મોનીટરીંગ સારૂ જીલ્લાના મુખ્ય મથક ખાતે અધતન ટેકનોલોજીથી સજ્જ એક કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવેલ છે, જેમાં પોલીસ તથા આઉટસોર્સ એન્જીનિયરો દ્રારા ૨૪×૭ મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. તેમજ ગુજરાત રાજ્યના ૩૪ જીલ્લાઓ ખાતે અને ૬ પ્રસિધ્ધ યાત્રાધામો ખાતે આશરે ૭૦૦૦ વિવિધ ટેકનોલોજી સજ્જ સી.સી.ટી.વી.કેમેરા તથા ગુજરાત રાજ્યમાં ફાળવવામાં આવેલ Body Worn Camera નુ લાઇવ મોનીટરીંગ ત્રિનેત્ર (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) ખાતેથી કરવામાં આવી રહેલ છે.
ગુજરાત સરકાર તરફથી Human Trafficking ના ગુનાઓ અટકાવવા સારૂ દરેક જીલ્લા ખાતે એક Al-Human Trafficking Unit (AHTU) ની રચના કરવામાં આવેલ છે. જે સ્કોર્ડ મુખ્યત્વે જીલ્લામાં બનતા Human Trafficking ના ગુનાઓ અટકાવવા સારૂ કાર્યરત છે જે તમામ યુનીટને ગુજરાત સરકાર તરફથી ૮૦ વાહનોના Flag-# કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવેલ છે. આમ, ગુજરાત પોલીસની અદ્યતન તકનીકી સેવાઓને આધુનિક, ઝડપી અને પારદર્શક બનાવવા તેમજ ઉપરોક્ત સેવાઓ જાહેર જનતા સુધી પહોંચાડવા તથા જાહેર જનતામાં જાગૃતિ લાવવા સારૂ જાહેર સ્થળો ઉપર બેનરો હોલ્ડિંગ્સ સ્ટેન્ડી દ્વારા તેમજ સોશિયલ મીડીયાના માધ્યમ દ્રાશ પ્રચાર-પ્રસાર કરી ગુજરાત સરકાર તરફથી પ્રગતિશીલ ગુજરાતનો પ્રજાલક્ષી અભિગમ અપનાવવામાં આવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ