મુસ્લિમ સમાજમાં ધાર્મિક હજયાત્રાનું અનેરું મહત્વ છે. સાધન સંપન્ન મુસ્લિમ બિરાદરો જ હજયાત્રાનું વિચારી શકે છે તેવામાં આપણા દેશના છેવાડાના રાજ્ય કેરાલાના સિહાબ છોટટુર નામના યુવાન અનેક દેશો પાર કરી મક્કા જવા માટે રવાના થયા છે. અંદાજીત 8600 કી.મી પ્રવાસ સીહાબ પદયાત્રા કરી પૂર્ણ કરશે. તેઓ કેરાલાથી નીકળી ગુજરાતમાં પ્રવેશતા મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધર્મપ્રેમી સિહાબ ગુજરાત રાજસ્થાન થઈ પંજાબથી વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશી, ઈરાન, ઈરાક, કુવૈત થઈ સાઉદી અરેબિયામાં આવેલ મક્કા ખાતે અંદાજીત જૂન -2023 માં પહોંચશે તેમ વર્તુળો દ્વારા જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મક્કા માટે નીકળેલ સિહાબ છોટટુર ગઇકાલે ભરૂચ જીલ્લામાં પ્રવેશ કર્યો હતો. અંકલેશ્વરની રોઝ-ગાર્ડન હોટલમાં રાતવાસો કરનાર હોવાની જાણ લોકોને થતાં હોટલ ઉપર હજારોની સંખ્યામાં લોકટોળા એકઠા થઈ તેઓની હિંમતને બિરદાવી હતી. જાણવા મળ્યું છે કે કેરાલાથી મક્કા શરિફ જતાં રસ્તામાં આવતા પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત જેવા દેશોની દિલ્હીમાં આવેલ એમ્બેસી મારફત પૂર્વે મંજૂરી લીધી હોવાની પણ માહિતી સાંપડી રહી છે.