ગુજરાત રાજ્યમાં આવેલ આઇટીઆઇનાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરનો પગાર ધોરણ 5200-20200 ગ્રેડ પે 2800 છે જે માંજુના નિયમ મુજબ આ જગ્યાની ભરતી માટે નિયમ મુજબ સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર માટે ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયર અને એકથી ત્રણ વર્ષનો અનુભવ માંગવામાં આવે છે. પણ તેના પે સ્કેલમાં કોઇપણ જાતનો સુધારો કરેલ નથી. ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં લાયકાત માટેનો પગાર 9300-34800 ગ્રેડ પે 4200 થી 4600 માં આપવામાં આવે છે. વધુમાં માધ્યમિક શિક્ષકોને પગાર ધોરણ 9300-34800 ગ્રેડ પે 4200 આપવામાં આવે છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને 9300-34800 ગ્રેડ પે 4200 આપવામાં આવે છે. વધુ માધ્યમિક શિક્ષકોને પગાર ધોરણ 9300-34800 ગ્રેડ પે 4200 આપવામાં આવે છે. આઈ ટી આઈમાં તાલીમ લેતા તાલીમાર્થીઓને ધોરણ 10 પાસ હોય છે. જે ઉચ્ચતર માધ્યમિક સમકક્ષ હોય છે. અને આઈ ટી આઈ સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરનો પગાર ધોરણ માધ્યમિક શિક્ષણ કરતા પણ નીચો એટલે કે સમગ્ર ભારતમાં સૌથી નીચું 5200-20-200 ગ્રેડ કારકુન સમકક્ષ હોય છે.
હાલમાં દરેક રાજ્યોની આઈટીઆઈમાં dgt delhi ના નિયમો અનુસરે છે હાલમાં ગુજરાત રાજ્ય સિવાય દરેક રાજયોની આઈ.ટી.આઈ માં ઇન્સ્ટ્રકટરનો પગાર ધોરણ 9300-34800 ગ્રેડ પે 4200/4600 છે. જયારે ગુજરાતની આઈટીઆઈ ના ઇન્સ્ટ્રકટરનું પગાર ધોરણ અન્ય રાજ્યોની સરખામણીએ સમગ્ર ભારતમાં સૌથી નીચું 5200-20-200 છે. ગ્રેડ પે 2800 નો આપવામાં આવે છે. DGT DILHI દ્વારા 4600 ગ્રેડની ગાઇડલાઇન આપી છે. એમાં અમે અમારા આઈ ટી આઈ ના ઉપલી કેડરના ગ્રેડ પે ને અર્ચના થાય તે માટે 4200 ગ્રેડ પે ની માંગણી કરેલ છે. છતાં પણ રાજ્ય સરકારને આ બાબતે વારંવાર છેલ્લા ચાર વર્ષથી રજુઆત કરવા છતાં પણ અમારી માંગણીને ધ્યાને લીધેલ નથી. 4200 ગ્રેડ પે બાબતની ફાઈલ નાના વિભાગમાંથી શ્રીતીની પુણતા કરી શ્રમ અને રોજગાર વિભાગ નાણાં પરત કરેલ હતી પણ હજી સુધી આ બાબતે સરકાર શ્રી દ્વારા આ બાબતે કોઈ પણ કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવેલ નથી. તો આ બાબતે સરકાર દ્વારા હકારાત્મક નિણઁય નહિ લેવાય તો આગામી દિવસોમાં ગાંધીજીના ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે અને સરકાર દ્વારા આપવામાં આવેલ વધારાના આર ટી ઓ લર્નિંગ લાઇસન્સની કામગીરી બંધ કરવામાં આવશે તેવી ગર્ભીત ચીમકી ઉચ્ચારી છે અને તેની જવાબદારી સરકારની રહશે એમ જણાવ્યું હતું.
આઈ.ટી.આઈ ઇન્સ્ટ્રકટર અને સ્ટોર કીપરને 4200 ગ્રેડ પે આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
Advertisement